હવે કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે ઘટી રહ્યું હોવાથી ચૂંટણીલક્ષી કામગીરીમાં ઝડપ આવી છે. ગઇકાલે ચૂંટણી પંચે ગાંધીનગરની ચૂંટણીની જાહેરાત કર્યા પછી આજે સ્થાનિક પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરી ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં સુરત જિલ્લાના તરસાડી (TARSADI) નગરપાલિકાની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. આ નગર પાલિકાના વોર્ડ નંબર ૩ની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે તેમજ સુરત જિલ્લાના માંડવી તાલુકાની પંચાયતની દઢવાડાની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં 3 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે તેમજ ચોથી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. આ પહેલાં 13 સપ્ટેમ્બરથી આચારસંહિતા લાગુ પડી જશે અને 18મી સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. ત્યારબાદ 21મી સુધી ફોર્મ પાછું ખેંચી શકાશે.
