23 જવાનોને શહીદ કરનાર હિડમા છે કોણ જાણો?

હિડમાનો જન્મ તે સમયના મધ્યપ્રદેશ અને હાલમાં છત્તીસગઢમાં પડતાં સુકમા જિલ્લાના જગરગુંડા ગામમાં 51 વર્ષ પહેલા થયો હતો. તેનું આખુ નામ માંડવી હિડમા ઉર્ફે ઇદમુલ પોડિયામ ભીમા છે. હિડમા બસ્તરનો રહેવાવાળો એક માત્ર આદિવાસી લિડર છે બાકી બધા જ નક્સલવાદી લિડર મૂળ આંધ્રપ્રદેશના છે. હિડમા નક્સલીઓની સૌથી ખૂંખાર બટાલિયનનો લિડર છે. તેના ત્રણ ભાઇ અને એક બહેન છે જેમાંથી એક માંડવી દેવા એ માંડવી દુલ્લા ગામમાં જ ખેતી કરે છે. ત્રીજો ભાઇ માંડવી નંદા ગામમાં નક્સલવાદીઓને શિક્ષણ આપે છે. જ્યારે બહેન ભીમે દોરનાપાલમાં રહે છે. તેની બે પત્નીઓ છે. તે અભણ છે છતાં અગ્રેજી કડકડાટ બોલે છે અને કોમ્યુટરની સારી જાણકારી ધરાવે છે. વર્ષોથી તે દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી જે નક્સલવાદીઓનું એક મોટુ સંગઠન છે અને તે પીએલજીએ બટાલિયન નંબર 1 ચલાવે છે જે ગોરિલા યુદ્ધમાં માહિર છે તેનો કમાન્ડર પણ હિડમા જ છે. 2013માં ઝીરમ ઘાટીમાં જે હુમલો થયો હતો અને તેમાં કોંગ્રેસ નેતા સિત 30 લોકોની હત્યા થઇ ગઇ હતી તેનો માસ્ટરમાઇન્ડ હિડમા જ હતો. 2010માં ચિંતલનારની નજીક આવેલા તાડમેટલામાં નક્સલી હુમલામાં સીઆરપીએફના 76 જવાનો શહિદ થઇ ગયા હતા. તેમાં પણ હિડમાનો હાથ હોવાનું મનાઇ છે. આ પહેલા સુકમાના ભેજીમાં થયેલા હુમલામાં સીઆરપીએફના 12 જવાન શહિદ થઇ ગયા હતા તેમાં પણ તેનો જ હાથ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *