એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટે એનસીપી નેતા અનિલ દેશમુખ વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ જારી કરી છે જેમણે આ વર્ષે એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીના પદેથી રાજીનામુ આપ્યુ હતું. 100 કરોડના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આ નોટિસ જારી કરાઈ છે, આ કેસના કારણે તેમને પોતાનો પદ છોડવાની ફરજ પડી હતી. દેશમુખને દેશ છોડીને જતા અટકાવવા લુકઆઉટ નોટીસ જારી કરાયુ છે, એમ ઈડીના સૂત્રોએ કહ્યુ હતું. તપાસ સંસ્થાએ તેમને કેટલાંક સમન્સ જારી કર્યા હતા પણ તેઓ સંસ્થાના અધિકારીઓ સામે હાજર રહ્યા ન હતાં. આ કેસમાં તેમની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે તે માટેની અરજી સર્વોચ્ચ અદાલતમાં તેમણે દાખલ કરી હતી જેને અદાલતે નામંજૂર કરી હતી. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે 71 વર્ષીય નેતા પર આરોપ લગાવ્યા હતા કે તેમણે 100 કરોડની લાંચ ભેગી કરવા કહ્યુ હતું તેના આધારે સીબીઆઈએ ભ્રષ્ટાચારનો એક કેસ દાખલ કર્યો હતો જેના આધારે ઈડીએ દેશમુખ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જો કે દેશમુખ સતત કહી રહ્યા છે કે તેમણે કોઈ ગેરકાયદે કામ કર્યુ નથી.
Related Articles
સુરત ધાસ્તીપુરાના બાલ હનુમાન યુવક મંદિરના શ્રીજી
સુરતના ધાસ્તીપુરા વિસ્તારમાં આવેલા શ્રી બાલ હનુમાન યુવક મંદિર દ્વારા જંગલના રાજા સાથે શ્રીજીની પ્રતિમાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
ભારતને ઓક્સિજન જનરેટર અને વેન્ટિલેટર આપશે ફ્રાન્સ
અત્યારે ભારત કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહીં દરરોજ 3 લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. ચીન, સાઉદી અરેબિયા, અમેરિકા સહિતના ઘણા દેશો ભારતની મદદ કરવા આગળ આવ્યા છે. હવે ફ્રાન્સે પણ ભારતને મદદ કરવા માટે હાથ પણ લંબાવ્યો છે. ફ્રાન્સની સરકારે જાહેરાત કરી છે કે તે કોરોના સામેની આ લડાઇમાં […]
રદ થયેલી કલમ હેઠળ ત્રણ વર્ષથી ગુના દાખલ થઇ રહ્યાં છે
સર્વોચ્ચ અદાલતે આજે કહ્યું હતું કે તે બાબત આશ્ચર્યજનક અને આઘાતજનક છે કે લોકો સામે હજી માહિતી ટેકનોલોજી કાયદાની કલમ ૬૬એ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે જે કલમ સર્વોચ્ચ અદાલત દ્વારા ૨૦૧૫ના એક ચુકાદામાં રદ કરવામાં આવી હતી. આ રદ થયેલી કલમમાં એવી જોગવાઇ હતી કે તેના હેઠળ ગુનાહિત ગણાય તેવા મેસેજો પોસ્ટ […]