ગુજરાતમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વધતાં 36 શહેરમાં મિનિ લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. હવે રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં થોડોક ઘટાડો નોંધાઈ રહ્યો છે, બીજી તરફ રાજ્યમાં શુક્રવારથી આંશિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરતા જણાવ્યું કે લારી ગલ્લા વેપારીઓને મોટી રાહત આપતા જણાવ્યું છે કે સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી દુકાનો રાખી શકાશે.
