શુક્રવારે ઇઝરાયલના બોનફાયર ધાર્મિક ફેસ્ટિવલ દરમિયાન મચેલી નાસભાગમાં આશરે 12થી વધુ લોકોના મોત થઇ ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનો અંદાજ છે જેમને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ ઘટનાને મોટી હોનારત ગણાની કહ્યું કે તેઓ લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યાં છે. ઇઝરાયેલના સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર માઉન્ટ મેરન સ્ટેડિયમમાં બેઠક માટેની ખુરશીઓનો મંચ તૂટ્યા પછી નાસભાગ મચી હતી.
