દક્ષિણ ગુજરાતમાં કોરોનાની ખૂબ જ ઘાતક સ્થિતિ છે તેવા સમયમાં દર્દીઓના સંબંધીઓને ખબર નથી હોતી કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે અને કઇ હોસ્પિટલમાં જગ્યા છે. તેના કારણે દર્દીઓને કલાકો સુધી એમ્બ્યુલન્સમાં લઇને રઝળવું પડે છે. આ અંગેની જાણકારી અમે તમને દિવસમાં બે વખત આપીશું. તમારૂ કામ છે હવે આ માહિતી તમારા સંબંધી કે મિત્રોને પહોંચાડો જેથી કોઇની જિંદગી બચાવવામાં મદદરૂપ થઇ શકાય. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત તાપી જિલ્લા અને ડાંગમાંથી આવતા લોકોને આ માહિતી ખૂબ જ ઉપયોગી થઇ પડશે. સુરત મહાનગર પાલિકાએ જાહેર કરેલી યાદી અનુસાર ગુરૂવાર તા. 22 એપ્રિલના રોજ સવારે સાડા નવ વાગ્યે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પીટલમાં 20માંથી 14 બેડ ખાલી છે. અમાન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 18માંથી ચાર બેડ ખાલી છે. એપલ હોસ્પિટલમાં સવારે સાડા દશ વાગ્યે તમામ બેડ ફૂલ હતા. આસુતોષમાં સવારે 11 વાગ્યે 44માંથી 6 જ બેડ ખાલી હતા. 22મી એપ્રિલે સવારે 11 વાગ્યે બાપ્સ હોસ્પિટલના તમામ બેડ ફૂલ હતા જ્યારે ભેસ્તાન સીએચસીમાં 41 બેડ ખાલી છે. બુરહાની હોસ્પિટલ અને દયાળજી આશ્રમમાં બેડ ખાલી નથી. ગીરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સમાં સવારે 7.50 કલાકે 34 બેડ ખાલી હતા. કિરણ હોસ્પિટલમાં 22મી એપ્રિલે સવારે આઠ વાગ્યે 300માંથી 82 બેડ ખાલી હતા. માલવિયા હોસ્પિટલ અને લાલ દરવાજા મોઢ વણિકની વાડી ખાતેના આઇસોલેશન સેન્ટરમાં જગ્યા નથી. સિવિલ હોસ્પિટલમાં 272 બેડ ખાલી છે. તો સવારે 11 વાગ્યે નિર્મલ હોસ્પિટલામં જગ્યા નથી. પીપી સવાણી અને સેલ્બીમાં જગ્યા નથી. ચૌટાબજારની ભટ્ટ જનરલ હોસ્પિટલમાં 60માંથી ત્રણ જ બેડ ખાલી છે એટલે ત્યાં જતા પહેલા ફોન કરી લેવો ગમે ત્યારે બેડ ભરાઇ જાય તેમ છે. પ્રાણનાથ હોસ્પિટલમાં 22 એપ્રિલે સવારે આઠ વાગ્યે 40 બેડ ખાલી હતી. સ્મીમેરમાં 353 બેડ ખાલી છે. સનસાઇન ગ્લોબલમાં 4 અને ન્યૂલાઇફમાં 23 બેડ ખાલી છે. ટ્રાઇસ્ટાર, યુનાઇટેડ ગ્રીન, યુનીટી અને વેદાંતમાં જગ્યા નથી. ( ખાસ નોંધ… આ ન્યૂઝ ગુરૂવારે 22 એપ્રિલે સવારે 11.30 કલાકે અપલોડ કરવામાં આવ્યા છે) નવી જાણકારી માટે અગ્નિપથ ન્યૂઝને ફોલોઅપ કરતાં રહો અહીં જ્યાં સુધી કોરોના સ્થિતિ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી કોઇની જિંદગી બચે તેવી માહિતી મળતી રહેશે… મોટા મંદિર યુવક મંડળ તરફથી ઓક્સિનજ ફ્રી આપવામાં આવે છે.. સચિન જીઆઇડીસીના ઉદ્યોગપતિનું એસોસિએશન પણ ફ્રી ઓક્સિજન આપે છે.
