અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુઓને કોઇ તકલીફ નહીં પડે : ગૃહમંત્રી

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને ગુજરાતમાં આવતા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફના પડે અને તેઓને ગુજરાતમાં રહેવા સહિત રાશન અને એમના બાળકોને શિક્ષણ સહિતની સુવિધાઓ રાજય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિંદુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે તેમજ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા રસી આપવાનો પણ નિર્ણય લેવાયો છે, તેવું આજે ગાંધીનગરમાં સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોને પડતી તકલીફોના નિવારણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે પાકિસ્તાનથી સ્થળાંતરિત થતા હિન્દુઓને ગુજરાતમા કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે સધન કાર્યવાહી કરીને સુવિધાઓ પુરી પાડી છે. નાગરિકતા સુધારા કાયદો–CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ૧૯૪૭ થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા લઘુમતીઓ જેવા કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોના અસ્તિત્વ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યો છે.

આ કાયદાએ તેમને નવું જીવન આપ્યુ છે. આ ત્રણ દેશોમાંથી પોતાનું અસ્તિત્વ બચાવવા હિજરત કરીને તા.૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં ભારતમાં આવેલા આ ૬ જુથના લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વર્ષોથી યાતનાનો ભોગ બનેલા લઘુમતીઓને નવું જીવન આપીને તેમને દેશ અને રાજયોમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી રહી છે. પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને આધાર કાર્ડ મેળવવા પડતી મુશ્કેલીઓ અંગે રાજ્ય સરકારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન – બાંગ્લાદેશી લઘુમતી સમુદાયના નાગરિકોના રેસિડેન્સિયલ પરમીટના દસ્તાવેજોમાં દર્શાવેલ સરનામાની વિગતોને આધાર કાર્ડ મેળવવા રજુ કરવાના દસ્તાવેજો પૈકીની સૂચિમાં સરનામાના પુરાવા તરીકે માન્ય પુરાવો ગણવા કેન્દ્ર સરકારના સબંધિત મંત્રાલય અને Unique Identification Authority of Indiaને જણાવ્યુ છે. પાકિસ્તાની હિન્દુ નાગરિકોના બાળકોને અભ્યાસના પ્રવેશ મેળવવા સંદર્ભે અલગ અલગ જિલ્લાઓમાં વિસંગતતાઓને કારણે જે મુશ્કેલી પડે છે.

પાકિસ્તાનથી આવેલ વિદ્યાર્થીઓને પ્રવેશ અને શિક્ષણ માટે આનુષંગિક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ દ્વારા મોનીટરીંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ ઉચ્ચ શિક્ષણ-વિદેશ અભ્યાસમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે DGP દ્વારા સંકલન કરી વહેલી તકે નિવારણ કરવામાં આવશે. લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને કેન્દ્ર સરકારની સૂચનાઓ મુજબ નિયમાનુસાર તબીબી સુવિધાઓ પુરી પાડવા અને વેક્સીનેશન અંગે આનુષંગિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *