શહેરના અડાજણ (ADAJAN) વિસ્તારમાં હની પાર્ક રોડ પરની એક કોસ્મેટિકની દુકાનમાં સાંજના સાડા ચાર વાગ્યના અરસામાં ઇલેકટ્રીક વાયરિંગમાં શોર્ટ સર્કિટથી અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનાની ફાયર(FIRE) વિભાગને જાણ થતાં અડાજણ અને પાલનપુર પાટિયાના ફાયર સ્ટેશનના લાશ્કરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આગની જ્વાળાઓ દુકાનમાંથી બહાર આવી રહી હતી જ્યાં લાશ્કરોએ આગ પર અડધો કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં દુકાનનો બધો જ સામાન બળી ગયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી તેવું ફાયર વિભાગે જણાવ્યું હતું. અડાજણ ફાયર સ્ટેશનના ઓફિસર ઈશ્વર પટેલ એ જણાવ્યું હતું કે, અડાજણના હની પાર્ક રોડ પરના એક કોસ્મેટિકની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા બાદ આખા વિસ્તારમાં જોરદાર ધડાકા-ભડાકાના અવાજ સાંભળતા આજુબાજુ ના દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દુકાનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાથી આગ વધુ ફેલાઇ હોય એમ કહી શકાય છે. દુકાનમાં ફટાકડા હોવાનુ પણ સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું.
Related Articles
ગુજરાતમાં 3 કરોડ લોકોનું રસીકરણ
ગુજરાતમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડને પાર કરી ગઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૧૮ થી વધુ ઉંમરના કુલ 4 કરોડ 93 લાખ ,20,હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા છે. રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30,913 અને બંને ડોઝ લેનારાની […]
સુરતના પનાસ ચા મહારાજા
સુરત ખાતે આવેલા પનાસ ગામમાં જેબીએફસી ગ્રુપ દ્વારા પનાસ ગામમાં પનાસ ચા મહારાજાના નામથી ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.(ફ્રી એન્ટ્રી) (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ગણપતિ સ્પર્ધામાં હજી એન્ટ્રી લેવામાં આવી રહી છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે વ્યક્તિગત નામ, મંડળ હોય તો તેનું નામ, સરનામું, ગણપતિનો ફોટો, થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી […]
કોરોનાની ત્રીજી લહેર માટે ગુજરાતમાં બન્યો એકશન પ્લાન
પહેલા તબક્કાના કોરોનામાંથી કોઇ જ શીખ રાજ્ય સરકારે લીધી ન હતી અને બીજી લહેર જાણે આવવાની જ નહીં હોય તે રીતે સરકારી અધિકારીઓ બિન્દાસ્ત થઇ ગયા હતા પરંતુ કોરોનાની બીજી લહેર પાર કરતાં સરકારને નવનેજા પાણી ઉતરી ગયા હતા, હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવિર ઇન્જેક્શન, સ્મશાનમાં ભઠ્ઠીઓ અને લાકડા જેવી સુવિધા ઊભી કરવામાં સરકાર સદંતર […]