વલસાડના મોગરાવાડી ખાતે શ્રીરામકૃપા રેસિડન્સીમાં 201 નંબરનો ફ્લેટ પાલિકામાં વોચમેનની નોકરી કરતા કામદારની પત્ની રેખાબેને કરેલી ફરિયાદ અનુસાર તેમના જૂના પડોશી ખ્યાતી સત્યેન દેસાઇ અને સત્યેન દેસાઇ પાસે તેમણે 2015માં ફ્લેટ ખરીદ્યો હતો. તેના માટે તેમણે દેસાઇ દંપતિને ટૂકડે ટૂકડે કરીને 7.95 લાખ ટૂકડે ટૂકડે આપી દીધા હતા. જો કે ત્યાર બાદ દેસાઇ દંપતિએ આ ફ્લેટનો દસ્તાવેજ હિતેશ શાહ નામની વ્યક્તિને કરી આપ્યો હતો. સીટી પોલીસે રેખાબેનની ફરિયાદના આધારે ખ્યાતિ અને તેમના પતિ સત્યેન દેસાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
