ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વ્રારા મે-૨૦૨૧ માં લેવાયેલી ત્રીજા વર્ષ બી. ફાર્મસીના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાનું ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વ્રારા બુધવારે જાહેર કરાયું હતું, જે પરિણામમાં ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજે દર વર્ષની જેમ જી.ટી.યું. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. જાહેર થયેલા પરિણામમાં ત્રણ વિદ્યાર્થિનીઓ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહી છે. તથા ૩૨ વિદ્યાર્થીઓએ ૯.૦૦ થી વધુ એસ.પી.આઈ. તથા ચાર વિદ્યાર્થીઓએ ૧૦.૦૦ એસ.પી.આઈ.મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે, જેમાં સાક્ષી મધુસુદન મંત્રી ૧૦.૦૦ એસ.પી.આઈ. અને ૯.૭૦ સી.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે, ગાંધી ઝીલ વિમલકુમારે ૧૦.૦૦ એસ.પી.આઈ. મેળવી પાંચમા ક્રમે અને શાહ વૈદેહી દિપેશએ ૧૦.૦૦ એસ.પી.આઈ. મેળવી દશમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ભાનુશાલી ધ્રુવી કિશોરભાઈએ ૧૦.૦૦ એસ.પી.આઈ. મેળવ્યા છે.
આવી ઝળહળતી સિધ્ધી બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધિસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પુરાણી કપિલ જીવનદાસજી, રામસ્વામીજી, ટ્રસ્ટી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેષ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર હિતેન બી. ઉપાધ્યાય, આચાર્ય ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.