ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના ન્યાયયાત્રા અંતર્ગત કરોના કાળમાં મુત્યુ પામેલા પરિવારોના ઘરની મુલાકાત લેતાં પહેલા દિવસે આશરે 15 જેટલા ઞામના પરિવારજનોને સહાય માટે કુલ 40 જેટલા ફોમૅ ભરાયા હતાં. ધરમપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલની આઞેવાનીમાં તથા વલસાડ જિલ્લાના માજી સાંસદ કિસન પટેલની ઉપસ્થિતિમાં ધરમપુર તાલુકાના કાંગવી, શેરીમાળ, બરુમાળ, કરંજવેરી, ભેસંધરા, માકંડબન, ફુલવાડી સહિત 15 જેટલાં ઞામની મુલાકાત લઈ જયાં કોરોના કાળમાં મુત્યુ પામેલા પરિવારજનોને મળ્યા બાદ દરેક પરિવારજનોને સહાય માટે કોંગ્રેસ દ્વારા ફોમૅનું વિતરણ કરાયું હતું.
Related Articles
વલસાડમાં ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ ઉજવાઇ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી(ZAVERCHAND MEGHANI)ની ૧૨પ મી જન્મ જયંતીની જિલ્લા કક્ષાની ઉજવણી સંસ્કાર કેન્દ્ર, કોલેજ કેમ્પસ, વલસાડ (VALSAD)ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમખ અલ્કાબેન શાહે ઝવેરચંદ મેઘાણીને નમન કરતાં જણાવ્યું કે કસુંબીનો રંગ સાંભળતાં જ ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ તાજી થઇ જાય છે. તેમની ૧૨પમી જન્મજયંતીની ઉજવણી […]
વલસાડના પારડીમાં ડ્રેનેજ મુદ્દે રહેવાસીઓનો વિરોધ
વલસાડના વલસાડ પારડી વોર્ડ નં. 2 અને 5 માં ડ્રેનેજ લાઈન મુદ્દે સ્થાનિકો આક્રમક મૂડમાં આવી ગયા છે. આવનારી પેટા ચૂંટણીમાં કામ નહીં તો વોટ નહીં, ભાજપના કાઉન્સિલર ને વોટ નહીંના બેનરો લઈને વિસ્તારમાં ફરતા પાલિકા એન્જિનિયર, ભાજપની હાય હાય બોલાવતા સામી ચૂંટણીએ વિવાદ વકરવા સાથે ભાજપ ઉમેદવાર સામે પડકાર પણ ઉભો થયો છે. સ્થાનિકોએ […]
વલસાડમાં હત્યા આરોપી ચોરી કરતાં ઝડપાયો
વલસાડ અબ્રામા ધરાનગરમાં જનરલ સ્ટોરમાંથી તસ્કરો રૂપિયા ચાર હજારની ચોરી કરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર ચોરને ઝડપી પાડ્યો છે. ચોરી કરનાર હત્યાનો આરોપી છે, જેણે સાત વર્ષ જેલવાસ ભોગવ્યો છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા ધરાનગરમાં શ્રીજી એપાર્ટમેન્ટ નં.101 માં રહેતા રાજેશ ચંપકલાલ શાહ અબ્રામા અરિહંત જનરલ સ્ટોર્સ નામની […]