વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાનહમાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે નદી નાળાઓ અને અન્ય જળાશયો પાણીથી છલોછલ થઈ જવા પામ્યા છે. ત્યારે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે બધુબન ડેમમાં પણ પાણીની આવક વધતાં ડેમ પ્રશાસન દ્વારા મોટા પ્રમાણમાં પાણી છોડવાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે ડેમમાંથી છોડવામાં આવી રહેલા ધમધસતા પાણીનાં પ્રવાહને લઈ દમણગંગા નદી ઉફાન પર ચઢવા પામી છે. ત્યારે દમણનાં નાની દમણ સમુદ્રનારાયણ જેટી કિનારે સોમવારનાં રોજ માછીમારોની લંગારેલી બોટ પૈકી હરીકૃપા અને દરિયા દોલત નામની બન્ને બોટ નજીકમાં બનાવેલ પથ્થરની પ્રોટેક્શન વોલ સાથે પાણીનાં વહેણને લઈને સતત અથડાતાં બન્ને બોટ તૂટીને પાણીમાં ગરકાવ થઈ જવા પામી હતી. જને લઈ બન્ને બોટનાં માલિકોને ભારે નુક્શાન થવા પામ્યું હતું. એટલું જ નહીં પણ બન્ને બોટ પર માછીમારી કરવા માટેનો જરૂરી સામાનની સાથે 600 લીટર જેટલું ડીઝલ પણ પાણીમાં ફેડવાઈ જતાં બન્ને માછીમારોને બોટનાં નુક્શાન સાથે અંદાજીત 16 લાખ જેટલું નુક્શાન પહોંચવા પામ્યું છે.
લાખ્ખો રૂપિયાની બન્ને બોટો પાણીમાં તૂટીને ગરકાવ થયા બાદ આ અંગે હિતેશભાઈ નામના સ્થાનિક માછીમારે જણાવ્યું કે, 2 વર્ષ અગાઉ પ્રશાસન દ્વારા જેટી કિનારે જે પથ્થરની પ્રોટેક્શન વોલ બનાવી છે એ માછીમારોને કોઈપણ પ્રકારનાં વિશ્વાસમાં લીધા વિના બનાવી દેતાં આ ઘટના સર્જાય છે. પ્રોટેક્શનવોલ ના તારમાંથી પથ્થરો બહાર આવી જતાં લડકાની બોટોને કોઈ પણ સમયે નુક્શાન પહોંચી શકે છે. ત્યારે સોમવારનાં રોજ સર્જાયેલી આ ઘટનામાં પાણીનાં પ્રવાહને લઈ બન્ને બોટ સતત પ્રોટેક્શનવોલ સાથે અથડાતા તૂટીને પાણીમાં ગરકાવ થવા પામી છે. ત્યારે પહેલાથી જ કોરોનાકાળમાં માછીમારોને મોટું નુક્શાન પહોંચવા પામ્યું છે. સાથે મચ્છીમારીનો ધંધો પણ પાયમાલ થવાની આરે આવ્યો હોય ત્યારે સીઝન ફરી એકવાર શરૂ થઈ હોય અને મચ્છીમારી કરવાનું શરૂ થઈ જ રહ્યું હોય એવા સમયે આ ઘટના બાદ બન્ને બોટો પાણીમાં ગરકાવ થતાં લાખ્ખો રૂપિયાનું નુક્શાન પહોંચવા પામ્યું છે. ત્યારે પ્રશાસન આ બાબતે યોગ્ય વળતર ચૂકવે એવી માંગ માછીમારોએ કરી છે.