સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ(DAMAN) -દિવમાં અસરકારક પગલા લેવાતાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્રણેય પ્રદેશમાં સામાજીક, શૈક્ષણિક, ખેલ, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજનીતિ સમારોહ અને અન્ય સભાઓને બંધ અને ખુલ્લી બંને જગ્યાઓ પર 300 વ્યક્તિઓને અનુમતિ આપવામાં આવશે, જેના માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત છે. 100 વ્યક્તિથી વધુ લોકો માટે કલેકટર કચેરીમાંથી ફરજીયાત પરમીશન લેવાની રહેશે. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ 1 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવશે. જેના માટે શાળા(SCHOOL)માં પચાસ ટકાની ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે. માસ્ક પહેરવુ થર્મલ સ્કેનિંગ અને હેન્ડ વોશ અને સેનિટાઇઝનો ઉપયોગ કરવાનો રહેશે. દરેક ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફનું રસીકરણ ફરજીયાત કરવામાં આવશે. શાળામાં ઓફલાઈન શિક્ષણ સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. શાળામાં આવનાર વિદ્યાર્થીઓએ વાલીની પરમીશન લાવવાની રહેશે.
