હેકર્સ ઇથેરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં 600 મિલિયન ડોલરથી વધુની ચોરી કરી છે. હેકરોએ આ કામ બ્લોકચેન આધારિત પ્લેટફોર્મ પોલી નેટવર્કનો ભંગ કરીને આ કર્યું છે. કંપનીએ ટ્વીટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. વિકેન્દ્રિત ફાઇનાન્સ અથવા ડિફાઇ સ્પેસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી છે. પોલી નેટવર્ક એક પ્લેટફોર્મ છે જે વપરાશકર્તાઓને ક્રિપ્ટો ટોકનનું વિનિમય કરવાની મંજૂરી આપે છે. તેમણે પુષ્ટિ કરી છે કે, આ ક્રિપ્ટો ચોરીથી હજારો રોકાણકારો પ્રભાવિત થયા છે. એવું માનવામાં આવે છે કે, આ ચોરીમાં સૌથી વધુ અસરગ્રસ્ત ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમ છે. હેકરોએ 273 મિલિયન ડોલરના ઇથેરિયમ, 253 મિલિયન ડોલરના બિનાન્સ સ્માર્ટ ચેઇન અને 85 મિલિયન ડોલરના યુએસ ડોલર કોઈન (યુએસડીસી) ટોકન્સની ચોરી કરી છે. આ ઉપરાંત, અંદાજિત 33 મિલિયન ડોલરના ટેથરની પણ ચોરી થઈ હતી. પરંતુ હુમલાની જાણ થતાં જ ઇશ્યુઅર દ્વારા તેને ફ્રિજ કરી દેવામાં આવ્યા હતા.
જેનો અર્થ એ છે કે, હેકરો આ ટોકન્સનો ઉપયોગ કરી શકતા નથી. પોલીએ ટ્વિટ કર્યું કે, પોલીનેટવર્ક પર હુમલો થયો છે. આ હુમલામાં ઘણા મિલિયન ડોલરની ચોરી કરવામાં આવી છે. આ ટ્વિટમાં હુમલાખોરોનું એડ્રેસ પણ શેર કરવામાં આવ્યું હતું, જેના પર ચોરાયેલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. ઓન્ટોલોજી અને સ્વિચિયોના નિયોએ કહ્યું કે, હેકરોએ તેને પરત કરવા જોઈએ નહીં તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. પોલી નેટવર્કે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હેકરોએ કોન્ટ્રાક્ટ કોલ્સ વચ્ચેની નબળાઈનો લાભ લીધો હતો.
આ વર્ષે ઘણા હુમલાઓ થયા છે પરંતુ આટલી મોટી રકમ હજુ સુધી ચોરાઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ ક્રિપ્ટોકરન્સીમાં મોટુ ગાબડું પડ્યું હતુ જેના કારણે રોકાણકારોમાં ભારે હતાશા છવાઇ હતી હવે ક્રિપ્ટો કરન્સીના ચોરીના સમાચારે ફરી ક્રિપ્ટોકરન્સીની માર્કેટને હચમચાવી નાંખ્યું છે. જો કે આ પોલીનેટવર્ક પર હુમલાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. ક્રિપ્ટોકરન્સીની આટલી મોટી ચોરી કરીને હેકર્સે પોલીસને પણ ચેલેન્જ આપી છે હવે આગામી દિવસોમાં ક્રિપ્ટોની સલામતી પર પણ પ્રશ્નો ઉભા થશે.




