રેપ કેસમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનો ભાઇ સંડોવાતા ભાજપના દેખાવ

શહેરના કાપોદ્રા વિસ્તારમાં વોર્ડ નંબર-4 ના આપ(AAP)ના નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલ વાવલિયાએ એક ડિવોર્સી મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હોય, મેહુલ વાવલિયાની ધરપકડ થવાની ઘટના સામે આવી છે. આમ આદમી પાર્ટી(AAM AADMI PARTY) ના નગરસેવકના ભાઈ દ્વારા મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાની વાત સામે આવતા જ ભાજપના કાર્યકર્તાઓએ શુક્રવારે હીરાબાગ સર્કલથી પગપાળા ચાલીને હીરાબાગ વિસ્તારમાં આવેલી પૂર્વી સોસાયટી ખાતે આમ આદમી પાર્ટીની કાર્યાલયની બહાર હોબાળો મચાવ્યો હતો. આ સાથે પીડિત મહિલાને ન્યાય અપાવવા માગ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલ વાવલિયા પાસે આ ડિવોર્સી મહિલા ડ્રાઈવિંગ શીખવા જતી હતી તે દરમિયાન મેહુલની નજર તેના ઉપર બગડી હતી. લાયસન્સ માટે મેહુલે આ મહિલાને નવસારી જવાની જરૂર પડશે એવું કહીને તેની સાથે લઈ ગયો હતો. તે દરમિયાન તેણે દુષ્કર્મ આચરતા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ(FIR) નોંધાઇ હતી.

જેથી ભાજપ(BJP)ના કાર્યકર્તાઓ દ્વારા આજે હીરાબાગ સર્કલ ખાતેથી પગપાળા ચાલીને હીરાબાગ વિસ્તારમાં આવેલી પૂર્વી સોસાયટી ખાતે આમ આદમી પાર્ટીની કાર્યાલયની બહાર હોબાળો મચાવ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રીત થઈને આમ આદમી પાર્ટીની કાર્યાલય બહાર હલ્લાબોલ કર્યો હતો. પીડિત મહિલાને ન્યાય અપાવવા માટેની માગણી કરી હતી. આપના નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયા(DHARMENDRA VAVALIA)એ આ સમગ્ર પ્રકરણ સામે આવતા જ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યં હતું કે, મેહુલ વાવલિયા મારો સગો ભાઈ (BROTER)જ છે. પરંતુ ઘણા વર્ષોથી તેઓ અમારી સાથે રહેતો નથી. પરંતુ જો મારા ભાઈએ આવું કોઈ પણ કૃત્ય કર્યું હશે તો પોલીસ અને પ્રશાસન તેના પર કડકમાં કડક કાર્યવાહી કરે. આ પ્રકારનો વિરોધ માત્ર રાજકીય ષડયંત્ર મને લાગી રહ્યું છે છતાં પણ હું આ અંગે કોઇ પણ ટિપ્પણી નહીં કરીને મારો ભાઈ દોષી જણાય તો હું પોતે તેને સજા આપવા માટેની માંગણી કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *