કપરાડાના કરજુનનો લાંચિયો સરપંચ સસ્પેન્ડ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામના સરપંચ ભરત રાઉતને રોડ કોન્ટ્રાકટર પાસેથી રૂ 48000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. જેને આજે ગુજરાત પચાયત અધિનિયમ હેઠળ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચપદેથી ફરજ મોકૂફ કરતો હુકમ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામમાં કોન્ટ્રાકટરે રોડનું કામ પૂર્ણ કર્યું હતું, પરંતુ સરપંચ ભરત ધાકલ રાઉત રોડના કામના બિલના ચેકમાં તેમની સહી બાકી હોવાથી ચેકમાં સહી કરી આપવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી પહેલા રૂપિયા 70000 ની માંગણી કરી હતી. જોકે ત્યારબાદ ભારે રકઝકના અંતે રૂપિયા 48000 આપવાનું નક્કી થયું હતું. જે અંગે કોન્ટ્રાકટરે વલસાડ ડાંગ એ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ.વસાવા અને એસીબી પોલીસ મથક વ્યારાનો સંપર્ક કરી ફરિયાદ કરતા એસીબી પોલીસે આ અંગે છટકુ ગોઠવતા કરજુન ગામનો સરપંચ ભરત ધાકલ કપરાડા નાસિક રોડ પર રેન બસેરા હોટેલની સામે રૂપિયા 48000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. જે અંગે એ.સી.બી પોલીસે તેમને ડિટેન કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. સરપંચ ભરત રાઉત ૪૮ હજારની લાંચ લેતા ઝડપાઈ જતા તેઓને જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરુવાની દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૯ હેઠળ નોટિસ આપવામાં આવી હતી. જે અન્‍વયે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરજુનના સરપંચને આજરોજ પોતાના હોદ્દા પરથી મોકુફ કરવામાં આવ્‍યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *