સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે બારડોલી(BARDOLI) તાલુકા પંચાયત કચેરીના પટાંગણ ખાતે મા અમૃત્તમ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તથા આધારકાર્ડ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નાગરિકો(CITIZEN)ને જરૂરી સરકારી સેવાઓ ઘરઆંગણે ઝડપથી અને સરળતાથી મળી રહે એ માટે સમગ્ર વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ સેન્ટરમાં બારડોલી તાલુકાની ૭૬ જેટલી ગ્રામ પંચાયતના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો નવા આધારકાર્ડ અથવા તેમાં સુધારો-વધારો તેમજ મા અમૃતમ્ કાર્ડ નવું તથા રિન્યુની કામગીરી સરળતાથી કરાવી શકશે.
