સુરત સચિન નજીક ટૂંક સમયમાં શરૂ થનારી ગૌશાળાના નિર્માણ અને બોરિંગ માટે દાતાની જરૂર છે. અમે રોકડ રકમ સ્વિકારતા નથી. ઇંટ, સિમેન્ટ, પતરાં, એંગલ, લેબર જેવી વસ્તુઓ તમે દાન કરી શકો છો. બોરિંગ માટે 9998219598 ઉપર શૈલેષભાઇ તેમજ નિર્માણની ચીજવસ્તુઓના દાન માટે 97247 44633 ઉપર ધવલ ભાઇનો સંપર્ક કરવાનો રહેશે. જો તમે દાન કરવા માટે સક્ષમ નહીં હોવ તો ગૌ માતાની સેવામાં આ મેસેજ જેટલા પણ ઓળખીતા હોય તેમને ફોરવર્ડ કરજો એટલે આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ મળી શકે.
Related Articles
મ્યુકરમાઇકોસિસ માટેના ઈન્જેક્શન સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહેશે
પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન […]
સુરતમાં 2 ફૂટ સુધીની મૂર્તિનું ફરજિયાત ઘરઆંગણે વિસર્જન
આવતા સપ્તાહે સુરતના સૌથી મોટા ગણાતા ગણેશોત્સવનો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. ગયા વર્ષે કોરોનાના કારણે આ ઉત્સવ સાર્વજનિક રીતે ઉજવી શકાયો ન હતો. પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે છૂટ આપતાની સાથે જ ગણેશભક્તોમાં ખુશીની લહેર દોડી ગઇ છે. સુરત મહાનગર પાલિકાએ પણ કૃત્રિમ તળાવો બનાવવાની શરૂઆત કરી દીધી છે. દરમિયાન સુરત શહેર ગણેશ […]
હવે ઉત્તર ગુજરાતમાં 1000 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાનો દાવો
સુરત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં આપ પાર્ટીમાં સદસ્યતા અભિયાન દરમિયાન આજે 1000 લોકો જોડાઈ જતાં ભાજપ સહિત રાજકીય પક્ષોને ઝટકો લાગ્યો છે. આપમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાઓ લોકગીતોના સ્વરૂપમાં આપના વખાણ કરતાં ગીતો ગાયા હતા. જેના પગલે લોકો માહિત થઈ ગયા હતા. બનાસકાંઠાના જગાણા ગામે આપ પાર્ટીનું સદસ્યતા અભિયાન સંમેલન યોજાયું […]