અમીત શાહે ગુજરાતમાં ગર્ભવતી માટે શરૂ કરી લાડુ વિતરણ યોજના

સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહ (AMIT SHAH) ગુજરાત પહોંચ્યા હતાં. અહીં તેમણે તેમના સંસદીયક્ષેત્ર ગાંધીનગરમાં ગર્ભવતી મહિલાઓ માટે લાડુ વિતરણ યોજના શરૂ કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, તેમણે કહ્યું હતું કે, દેશ ત્યાં સુધી આગળ નહીં વધી શકે જ્યાં સુધી બાળકો અને ગર્ભવતતી માતા સંપૂર્ણ રીતે સ્વસ્થ નહીં થઇ જાય. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગાંધીનગરના (GANDHI NAGAR) સાંસદ તરીકે મેં આ નિર્ણય લીધો છે. આજથી દર મહિને સામાજિક સંસ્થાઓની મદદથી દર મહિને 7000થી પણ વધુ ગર્ભવતી મહિલાઓને 15 પૌષ્ટિક લાડું (LADDU) આપવામાં આવશે. જેના કારણે તેમના બાળકોને યોગ્ય પોષણ મળી રહે. તેમણે કહ્યું હતું કે, આ યોજના ગર્ભવતી મહિલાઓ અને તેમના બાળકો માટે ફાયદાકારક સાબિત થશે. અમીત શાહે વધુમાં કહ્યું હતું કે, સહી પોષણ દેશ રોશનના નારા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(NARENDRA MODI)એ આ લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. કે, દેશની કોઇપણ માતા અને બાળક કુપોષીત રહેવું જોઇએ નહીં. દેશ આઝાદીના 75માં વર્ષમાં પહોંચી ગયો છે અને મોદીજીનું આ અભિયાન હવે જનઆંદોલન બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *