સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહ (AMIT SHAH) ગુજરાત પહોંચ્યા હતાં. અહીં તેમણે તેમના સંસદીયક્ષેત્ર ગાંધીનગરમાં ગર્ભવતી મહિલાઓ માટે લાડુ વિતરણ યોજના શરૂ કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, તેમણે કહ્યું હતું કે, દેશ ત્યાં સુધી આગળ નહીં વધી શકે જ્યાં સુધી બાળકો અને ગર્ભવતતી માતા સંપૂર્ણ રીતે સ્વસ્થ નહીં થઇ જાય. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગાંધીનગરના (GANDHI NAGAR) સાંસદ તરીકે મેં આ નિર્ણય લીધો છે. આજથી દર મહિને સામાજિક સંસ્થાઓની મદદથી દર મહિને 7000થી પણ વધુ ગર્ભવતી મહિલાઓને 15 પૌષ્ટિક લાડું (LADDU) આપવામાં આવશે. જેના કારણે તેમના બાળકોને યોગ્ય પોષણ મળી રહે. તેમણે કહ્યું હતું કે, આ યોજના ગર્ભવતી મહિલાઓ અને તેમના બાળકો માટે ફાયદાકારક સાબિત થશે. અમીત શાહે વધુમાં કહ્યું હતું કે, સહી પોષણ દેશ રોશનના નારા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(NARENDRA MODI)એ આ લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. કે, દેશની કોઇપણ માતા અને બાળક કુપોષીત રહેવું જોઇએ નહીં. દેશ આઝાદીના 75માં વર્ષમાં પહોંચી ગયો છે અને મોદીજીનું આ અભિયાન હવે જનઆંદોલન બની ગયું છે.
Related Articles
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની વિરોધી રેલી પર ગોળીબાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનોને મદદ કરી રહેલ અને પંજશીર ખીણમાં તાલિબાનને મદદ કરવા માટે પોતાના ફાઇટર વિમાનો દ્વારા બોમ્બમારો કરાવનાર પાકિસ્તાનના વિરોધમાં અફઘાન રાજધાની કાબુલમાં આજે એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ સહિત સેંકડો લોકો આ રેલીમાં જોડાયા હતા અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. પાકિસ્તાન વિરોધી રેલીમાં જોડાયેલા લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ, આઝાદી, અફઘાનિસ્તાન છોડો […]
વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્રોની સભાને રૂબરૂ સંબોધે તેવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રોની ઉચ્ચ સ્તરીય સામાન્ય સભાને રૂબરૂ સંબોધન કરે તેવી અપેક્ષા છે એમ યુએન દ્વારા સંભવિત વકતાઓની બહાર પાડવામાં આવેલ એક પ્રોવિઝનલ યાદી પરથી જાણવા મળે છે. આ યાદી અને કાર્યક્રમ બદલાઇ શકે છે અને યુનાઇટેડ નેશન્સના વડામથકે વિશ્વ નેતાઓની હાજરી હાઇ લેવલ વાર્ષિક સત્ર માટે નોંધપાત્ર રીતે કોવિડ-૧૯ની વૈશ્વિક […]
પાંચ રાજ્યોની ચૂંટણી માટે ભાજપે પ્રભારી – સહપ્રભારી જાહેર કર્યા
આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં ભાજપે બુધવારે ચૂંટણી માટે તેના સંગઠનાત્મક નેતાઓના નામ જાહેર કર્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહલાદ જોશી, ગજેન્દ્ર સિંહ શેખાવત અને ભૂપેન્દ્ર યાદવને અનુક્રમે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુર ચૂંટણીમાં પ્રભારી બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગોવાની ચૂંટણીનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમની મદદમાં કેન્દ્રીય […]