ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધને ગુજરાત કોંગ્રેસનો ટેકો

કૃષિ વિરોધી ત્રણ કાયદાઓ , વીજળી બિલ 2020 તથા નવી શિક્ષણ નીતિના વિરોધમાં આવતીકાલે સંયુકત્ત કિસાન મોર્ચા દ્વ્રારા આવતીકાલે ભારત બધનું એલાન આપવામાં આવ્યુ છે. જેના પગલે ગુજરાત કોંગ્રેસે પણ તેનો ટેકો જાહેર કર્યો છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવકત્તા ડૉ. મનીષ દોશીએ કહયું હતું કે ખેડૂતોને સ્વેચ્છાએ બિનરાજકિ. રીતે જોડાવવા અપીલ છે. રાજયમાં બંધના એલાનની અવળી અસર ના થાય તે માટે પોલીસ દ્વ્રારા સલામતીના સધન પગલા લેવામાં આવ્યા છે. દિલ્હીથી આંદોલનકારી ખેડૂત સંગઠ્ઠનોએ 27મી સપ્ટે.એ ભારત બંધનું એલાન આપ્યુ છે.જેમાં ગુજારતના ખેડૂત સંગઠ્ઠનો પણ જોડાયા છે. અમદાવાદમાં લાલદરવાજા – સરદાર બાગ પાસે ખેડૂતો દ્વ્રારા વિરોધ પ્રદર્શન યોજાનાર છે. આ ઉપરાંત જિલ્લા મથકોએ પણ દેખાવો યોજાનાર છે. દોશીએ કહયું હતું કે ખેડૂત વિરોધી કાયદાઓ રદ થવા જોઈએ. કારણ કે ગુજરાતમાં 224 પૈકી 114 જેટલા એપીએમસી બંધ થવાના આરે છે.15 એપીએમસી બંધ થઈ ગયા છે. જયારે 7 એપીએમસીની આવક બંધ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *