આમ આદમી પાર્ટીને તમામ કાર્યક્રમોમાં હવે હોબાળો કરવાની આદત પડી ગઈ છે. શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. મેયરના ઉદબોધન પહેલાં સમિતિના સભ્ય અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિક્ષેપ પાડ્યો હતો. આ મુદ્દે વિપક્ષના સભ્ય અને ડેપ્યુટી મેયર વચ્ચે તુંતુંમૈમૈ થઈ ગઈ હતી. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકોને સન્માન માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સન્માન સમારંભ સાથે મેયર હેમાલી બોઘવાલા શિક્ષકોના સન્માન માટે ઉદબોધન કરે એ પહેલાં જ સ્ટેજ પરથી વિપક્ષના ચુંટાયેલા સભ્યએ હોબાળો મચાવ્યો હતો. તેની સાથે સ્ટેજ નીચેના કેટલાક કાર્યકરોએ પણ શિક્ષકોની ભરતી કરો એવો સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. વિપક્ષના આવા હોબાળાના કારણે મેયરનું ઉદબોધન થઇ શક્યું ન હતું. આ અંગે કાર્યક્રમમાં હાજર ડેપ્યુટી મેયર દિનેશ જોધાનીએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિપક્ષના સભ્યએ તેમની સાથે ઉધ્ધત વર્તન કર્યું હતું.
Related Articles
રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
રાજયમાં આગામી પાચ દિવસ દરમિયાન વાવાઝોડુ , આંધી તેમજ કમોસમી વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેના કારણે છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે છે. ખાસ કરીને આજે હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશન હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર રહેલું છે. જેના કારણે ગુજરાતમાં બનાસકાંઠા, […]
અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુઓને કોઇ તકલીફ નહીં પડે : ગૃહમંત્રી
પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને ગુજરાતમાં આવતા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફના પડે અને તેઓને ગુજરાતમાં રહેવા સહિત રાશન અને એમના બાળકોને શિક્ષણ સહિતની સુવિધાઓ રાજય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિંદુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે તેમજ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ નાગરિકોને કોરોનાથી રક્ષિત […]
કોટસફિલરોડના ઇશ્વરલાલ જરીવાલાના ટોય ટ્રેનમાં શ્રીગણેશ
સુરતના કોટસફિલરોડ ઉપર આવેલા અપનાબજારની સામે રહેતા ઇશ્વરલાલ ઝીણાભાઇ જરીવાલાએ તેમના ઘરમાં શ્રીજીની સ્થાપના કરી છે અને તેમાં ટોય ટ્રેનનું અદભૂત દ્રશ્ય ઉભું કર્યું છે. આ ગણપતિના દર્શનનો લાભ એક વખત ભક્તોએ અવશ્ય લેવો જોઇએ (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ […]