દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 31382 કેસો સાથે કૂલ કેસોની સંખ્યા વધીને 3,35,94,803 થઈ છે જ્યારે સક્રિય કેસોની સંખ્યા 188 દિવસોમાં સૌથી ઓછી 3,00,162 થઈ છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સવારના 8ના અપડેટમાં જણાવાયું હતું. વધુ 318નાં મોત સાથે કુલ મોત 4,46,368 થયા છે. ગુરુવારે 15,65,696 ટેસ્ટ્સ કરાયા હતા અને આ સાથે કૂલ ટેસ્ટ્સની સંખ્યા 55,99,32,709 થઈ છે. દૈનિક પૉઝિટિવિટી રેટ 2 ટકા છે જે છેલ્લા 25 દિવસોથી 3 ટકાની નીચે છે. સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 2.07% છે અને છેલ્લા 91 દિવસોથી ત્રણ ટકાની નીચે છે.
Related Articles
દક્ષિણના રાજ્યોમાં કોરોનાની ગંભીર સ્થિતિ
કેરળ(KERELA) માં ત્રણ મહિનાના સમયગાળા પછી બુધવારે 30,000થી વધુ વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે ત્યાંનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ (ટીઆરપી) વધીને 19 ટકા થયો છે. દક્ષિણના રાજ્યમાં બુધવારે 31,445 નવા કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. જ્યારે, વધુ 215 મોત સાથે કુલ મૃત્યુઆંક 19,972 પર પહોંચી ગયો છે. આ અગાઉ કેરળમાં 20 મેના રોજ કોરોના(CORONA)ના નવા કેસનો […]
વુહાનની લેબોરેટરીના શંસોધકો નવેમ્બર 2019માં બિમાર થયા હતા
દુનિયાભરમાં રોગચાળો સર્જનાર કોરોનાવાયરસ કુદરતી રીતે સર્જાયો છે કે ચીનની લેબોરેટરીમાંથી લીક થયો છે તે વિશે હજી કોઇ સ્પષ્ટતા થતી નથી ત્યારે આ વાયરસ ચીનની લેબોરેટરીમાં વિકસાવવામાં આવતો હતો અને ત્યાંથી લીક થયો છે તેવી થિયરીને બળ આપે તેવી વધુ એક ઘટનામાં એવો ઘટસ્ફોટ થયો છે કે જ્યાંથી આ રોગચાળો શરૂ થયો હતો તે ચીનના […]
દુનિયાના લોકોમાં હવે કોરોના માટે જાગૃતિ આવી રહી છે : નરેન્દ્ર મોદી
21 જૂલાઇને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયા ભરમાં કરવામાં આવે છે. ભારતના ઋષી મુનિઓ વર્ષોથી યોગ કરતાં આવ્યા છે અને સંતો મહંતો યોગને પણ સાધનાનો જ એક ભાગ ગણે છે. ભારત પાસે દુનિયો આપવા માટે બે જ વસ્તુઓ છે જેમાં એક છે યોગ અને બીજુ […]