ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં ધોધમાર પડી રહેલા વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું છે. વિતેલા 24 કલાકમાં 159 એમએમ એટલે કે 6.36 ઇંચ વરસાદ પડવા સાથે સૌથી વધારે ગુરુવારે મળસ્કે થી 4 સવારે 8 દરમિયાન 5 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લીધે બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી. ચોમાસાની ઋતુનો અસલ મિજાજ ચોમાસું અડઘુ પૂરું થઈ ગયા પછી હવે દેખાઈ રહ્યો છે. બીલીમોરામાં બુધવારે રાતથી વીજળી અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. ગુરુવારે પુરા થતાં 24 કલાકમાં 6.36 ઇંચ વરસાદ ખાબકવા સાથે સૌથી વધારે ગુરુવારે મળસ્કે 4થી સવારે 8 એટલે કે 5 કલાકમાં ધોધમાર 5 ઇંચ વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આ કારણે બીલીમોરા ગૌહરબાગ પંચાલ વાડી સામેનો વિસ્તાર, ફીડર રોડ, સ્મશાન ભૂમિ વિસ્તાર, રેલવે અન્ડર ગ્રાઉન્ડ, નવજીવન પાણીની ટાંકી સામેના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.
સતત વરસાદથી જૂજ અને કેલીયા ડેમ ઓવરફ્લો થતા અંબિકા અને કાવેરી નદીઓના કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી. જેને કારણે ગુરુવારે બપોરે 4 વાગ્યા સુધી અંબિકાની સપાટી 18.20 અને કાવેરી નદીની સપાટી 11 ફૂટ જેટલી નોંધાઈ હતી. આમ ગણદેવી તાલુકામાં મોસમનો કુલ વરસાદ 1640 એમેએમ એટલેકે 65.60 ઇંચ પડી ચુક્યો છે.બીલીમોરાનું ગરનાળું પાણીમાં ગરક