બીલીમોરા નજીકના ગોયંડીમાં હડકાયા શ્વાને ગામના 10 થી વધારે લોકોને કરડી ઘાયલ કરતા હડકંપ મચી ગયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી ગોયંડી ગામે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ગામના ઈંટના ભઠ્ઠા ઉપર ચીખલી તાલુકાના આલીપોર ગામના મજૂરને શ્વાને કરડતા તેને 27 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે ગામની ચાર વર્ષીય બાળકી ઘરના ઓટલા પર બેઠી હતી. તેને આ હડકાયો શ્વાન ખેંચી જતા તેને હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સદનસીબે ગામના યુવાનો બાળકીને શ્વાને વધુ નુકસાન પહોંચાડે તે પહેલા બચાવી લીધી હતી. આ હડકાયો શ્વાન અચાનક લોકોની નજીક આવીને હુમલો કરી બેસે છે અને શરીરે બચકા ભરી લેતો હોય છે. તેને હડકવુ લાગ્યું હોવાથી તે રઘવાયું બનેલું છે. જેથી આ શ્વાનને પકડવાની ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે પણ તે હાથે હજી લાગ્યું નથી. જેથી તંત્ર પાસે ગ્રામજનોએ મદદ માંગી આ હડકાયા શ્વાનના આંતકથી ગ્રામજનોને મુક્ત કરાવવાની માંગ કરી રહ્યાં છે.
Related Articles
સુરત મોરાભાગળના અક્ષે જાતે ગણપતિની મૂર્તિ તૈયાર કરી
સુરતના રાંદેરના મોરાભાગળ ખાતેની દેવા આશિસ સોસાયટીમાં રહેતા અક્ષે ઘરે જાતે જ માટીની શ્રીજીની મૂર્તિ તૈયાર કરી છે અને પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો છે. ( free entry : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં ભાગ લેવા માટે મંડળ, ઘરે સ્થાપના કરી હોય તો ઘર અને શાળા કે ઓફિસમાં સ્થાપના કરી હોય તો નામ, સરનામું, […]
સિદ્ધિ વિનાયક રેસિડેન્સી, ગોપીપુરામાં ચિરાગ માસ્તરના ટેમ્પલ થીમ શ્રીજી
સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી સિદ્ધિ વિનાયક રેસિડેન્સીમાં ચિરાગ માસ્તરે ખૂબ જ મહેનતથી ગણપતિનું મયુરાસન તેમજ ઘંટની ડિઝાઇન દ્વારા ખૂબ જ આકર્ષક ડેકોરેશન કર્યું છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
21 વર્ષ સુધીના નિરાધારને રાજ્ય સરકાર સહાય કરશે
રાજયમાં કોરોનાની બીજી લહેર વખતે માતા પિતાનું અવસાન થતાં 776 જેટલા બાળકો નિરાધાર થયા છે. આ બાળકોને સહાય કરવા જાહેર કરાયેલી મુખ્યમંત્રી બાળ સહાય યોજના અન્વયે 18 વર્ષની વય સુધી સરકાર દર મહિને 4000ની સહાય કરશે તેવી જાહેરત કરાઈ હતી. આજે તેમાં સુધારો કરીને સીએમ વિજય રૂપાણીએ એવી જાહેરત કરી હતી કે હેવ આવા નિરાધાર […]