પારડી શહેર ભાજપમાંથી આજરોજ નગર પાલિકાના વર્તમાન વીજળી સમિતિના ચેરમેન અને પારડી શહેર ભાજપ સંગઠન મંત્રી કિરણ મોદી અને બાલાખાડીના ભાજપના બીજલ ઉર્ફે મુન્નો દેસાઈએ પારડી શહેર ભાજપ સંગઠનમાંથી પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દેતાં પારડીમાં ભાજપનો ડખો સપાટી પર આવી ગયો હતો. આ બંનેએ વારંવાર ઉપેક્ષા થતી હોવાનું કારણ દર્શાવી રાજીનામુ ધરી દેતા પારડીમાં ફરી એક ભૂકંપ સર્જાયો છે. થોડા દિવસ અગાઉ પારડી શહેર ભાજપ પૂર્વ મહામંત્રી અને નોટરી એડવોકેટ વિજય શાહે પણ રાજીનામુ આપ્યું હતું. જેમાં તેઓએ પોતાની નારાજગી સાથે અનેક આક્ષેપો પણ કર્યા હતા. આગામી 13 સપ્ટેમ્બરના રોજ તેઓ ‘આપ’ પાર્ટી માં જોડાઈ રહ્યા છે. જેને પગલે પારડી શહેર ભાજપમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આજરોજ કિરણ શશીકાંત મોદી અને બીજલ ઉર્ફે મુન્નો કિશોરચંદ્ર દેસાઈએ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાને રાજીનામુ આપી દીધું હતું. જેની કોપી સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી. પારડી શહેરમાં આપ પાર્ટી ભાજપના નારાજ કાર્યકર્તાઓને આપ પાર્ટીમાં જોડાવવા કમર કસી રહી છે. જેને લઇ આવનાર દિવસોમાં પારડી શહેરમાં આપ પાર્ટીનું વાતાવરણ સર્જાય તો નવાઈ નહીં .
Related Articles
પારડી ખાતે શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં 2268નું મતદાન
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત સામાન્ય ચૂંટણી 2021નું આજે સમગ્ર રાજ્યમાં આયોજન થઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને 9 જેટલા ખંડ છે, પરંતુ બે ખંડ બિનહરીફ જાહેર કરાયેલા છે. પારડી ડીસીઓ શાળા ખાતે 7 ખંડમાં ચૂંટણી યોજાઈ હતી. વલસાડ જિલ્લાના કુલ 2268 જેટલા મતદાતાઓએ ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાત કર્યું હતું. ચૂંટણી […]
વલસાડમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ
વલસાડ જિલ્લા મોડીસાંજે પડી રહેલા વરસાદના કારણે વલસાડ અને ધરમપુર તાલુકાની નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. વલસાડના કૈલાસ રોડ પર ઔરંગા નદીના બ્રિજ ઉપરથી પાણી અડીને જતું હોવાથી વલસાડના મામલતદાર, પાલિકાના સીઓ, પાલિકા પ્રમુખ, એન્જિનર અને રૂરલ પીએસઆઈએ સ્થળ તપાસ કરીને બેરીકેટ લગાવીને પુલ બંધ કરી દીધો હતો. જેને લઈ વાહનચાલકોને વલસાડ ઓવરબ્રિજ […]
વલસાડના પારડીમાં ડ્રેનેજ મુદ્દે રહેવાસીઓનો વિરોધ
વલસાડના વલસાડ પારડી વોર્ડ નં. 2 અને 5 માં ડ્રેનેજ લાઈન મુદ્દે સ્થાનિકો આક્રમક મૂડમાં આવી ગયા છે. આવનારી પેટા ચૂંટણીમાં કામ નહીં તો વોટ નહીં, ભાજપના કાઉન્સિલર ને વોટ નહીંના બેનરો લઈને વિસ્તારમાં ફરતા પાલિકા એન્જિનિયર, ભાજપની હાય હાય બોલાવતા સામી ચૂંટણીએ વિવાદ વકરવા સાથે ભાજપ ઉમેદવાર સામે પડકાર પણ ઉભો થયો છે. સ્થાનિકોએ […]