ખેરગામ(KHERGAM)તાલુકાના ભૈરવી ગામે ઔરંગા નદીના કિનારે આવેલા શનિદેવ મંદિર(TEMPLE) ખાતે શ્રાવણના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસ નિમિત્તે ભૈરવી હનુમાન ફળીયા મિત્ર મંડળ દ્વારા ભજન કિર્તનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ફળીયા યુવાનોએ ઉત્સાહભેર ભાગ ભજનોની રમઝટ બોલાવી હતી. હનુમાન ફળીયા મિત્ર મંડળના યુવાનોને સુંદર ભજનોની ધૂંનથી લોકોમાં આકર્ષણ હતું.ખેરગામ તાલુકાનું શનિધામમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન પૂજન અને દર્શન માટે ભાવિક ભક્તોનો ધસારો રહ્યો હતો.
