એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટે એનસીપી નેતા અનિલ દેશમુખ વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ જારી કરી છે જેમણે આ વર્ષે એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીના પદેથી રાજીનામુ આપ્યુ હતું. 100 કરોડના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આ નોટિસ જારી કરાઈ છે, આ કેસના કારણે તેમને પોતાનો પદ છોડવાની ફરજ પડી હતી. દેશમુખને દેશ છોડીને જતા અટકાવવા લુકઆઉટ નોટીસ જારી કરાયુ છે, એમ ઈડીના સૂત્રોએ કહ્યુ હતું. તપાસ સંસ્થાએ તેમને કેટલાંક સમન્સ જારી કર્યા હતા પણ તેઓ સંસ્થાના અધિકારીઓ સામે હાજર રહ્યા ન હતાં. આ કેસમાં તેમની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે તે માટેની અરજી સર્વોચ્ચ અદાલતમાં તેમણે દાખલ કરી હતી જેને અદાલતે નામંજૂર કરી હતી. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે 71 વર્ષીય નેતા પર આરોપ લગાવ્યા હતા કે તેમણે 100 કરોડની લાંચ ભેગી કરવા કહ્યુ હતું તેના આધારે સીબીઆઈએ ભ્રષ્ટાચારનો એક કેસ દાખલ કર્યો હતો જેના આધારે ઈડીએ દેશમુખ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જો કે દેશમુખ સતત કહી રહ્યા છે કે તેમણે કોઈ ગેરકાયદે કામ કર્યુ નથી.
Related Articles
મેહુલ ચોક્સીના અપહરણમાં ભારતીય ગુપ્તચર એજન્સીનો હાથ : વકીલનો આક્ષેપ
ભારતના મોસ્ટ વોન્ટેડ પૈકીનો એક અને પંજાબ નેશનલ બેંકમાં 1300 કરોડ ઉપરાંતનો ગોટાળો કરનાર હીરા વેપારી મેહુલ ચોક્સીના વકીલે હવે નવો દાવ ફેંક્યો છે. તેણે એવો આક્ષેપ કર્યો છે કે, મેહુલ ચોક્સીનું અપહરણ ભારતીય ગુપ્તચર સંસ્થા દ્વારા જ કરાવવામાં આવ્યું હતું. જો કે, તેના આ આક્ષેપ અંગેના કોઇ પૂરાવા તેના દ્વારા રજૂ કરવામાં આવ્યા નથી. […]
અમેરિકા જઈ રહેલી ફ્લાઇટમાં જોવા મળ્યું ચામાચીડિયું
દિલ્હીથી અમેરિકા જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ચામાચીડિયું જોવા મળતાં એને ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવી પડી. એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-105એ શુક્રવારે 2ઃ20 વાગ્યે દિલ્હીથી અમેરિકાના નવાર્ક (ન્યૂજર્સી) માટે ઉડાન ભરી હતી. ટેક ઓફની લગભગ 30 મિનિટ બાદ પેસેન્જર એરિયા એટલે કે કેબિનમાં ચામાચીડિયું જોવા મળ્યું. જે બાદ પ્લેનને પાછું દિલ્હી લાવવામાં આવ્યું, જ્યાં સવારે લગભગ […]
શેરડીના ભાવ વધારાની માંગ સાથે પંજાબમાં ખેડૂતોએ હાઇવે બ્લોક કર્યો
શેરડીના ભાવમાં વધારો માંગતા ખેડૂતોએ શનિવારે સતત બીજા દિવસે પંજાબના જલંધરમાં રેલવે ટ્રેક અને રાષ્ટ્રીય ધોરીમાર્ગને બ્લોક કરી દીધો હતો. જેનાથી ટ્રેનો અને વાહનોની અવરજવર પર અસર પડી હતી.ફિરોઝપુર ડિવિઝનના રેલવે અધિકારીઓના જણાવ્યાં અનુસાર, 69 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે, 54 જેટલી ટ્રેનોને ડાયવર્ટ અથવા ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવી હતી. જેના […]