દ્વારકામાં સવા કલ્યાણપુરમાં એક ઇંચ વરસાદ

રાજયમાં લો પ્રેશર સિસ્ટમનું જોર ઘટવાના પગલે વરસાદનું જોર પણ ઘટ્યું છે. આજે દિવસ દરમિયાન મોડી સાંજ સુધીમાં રાજયમાં ૯૦ તાલુકામાં હળવો વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ થયો હતો. અરવલ્લીના મેઘરજમાં એક ઇંચ, દ્વારકાના ભાણવડમાં પોણો ઇંચ, અને કચ્છના અબડાસામાં પોણો ઈંચ વરસાદ થયો હતો. જયારે રાણાવાવ અને નડિયાદમાં ૧૯ મીમી વરસાદ થયો હતો. રાજયમાં એકંદરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ થયો હતો. છેલ્લા ૨૪ કલાકમા રાજયમાં ૧૫૬ તાલુકાઓમાં વરસાદ થયો હતો. ખાસ કરીને દ્વ્રારકામા અઢી ઈંચ વરસાદ થયો હતો. કચ્છના અબડાસામાં દોઢ ઇંચ, દ્વારકાના કલ્યાણપુરમાં સવા ઇંચ, કપડવંજમાં સવા ઈંચ વરસાદ થયો હતો. ચાર તાલુકાઓમાં એકંદરે ૧થી અઢી ઈંચ વરસાદ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *