વાંસદા તાલુકાના કુકડા સમાજ ભવન ખાતે વાંસદા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ૧૯૯૪થી યુનો અને બુધ્ધિજીવી વર્ગ દ્વારા ઘોષિત કરવામાં આવી હતી. પ્રકૃતિ અને વન પર્યાવરણને બચાવવા માટે આદિવાસી લોકોની જીવન શ્રેણી અપનાવવા માટેની વાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વાંસદાના કુકડા સમાજ ભવનમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની અને વાંસદા કુકડા સમાજના અધ્યક્ષ બાબુભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ ઉજવવામાં આવી હતી. જેમાં અનંત પટેલે જણાવ્યું હતું કે સમાજમાં રહેલા જ્ઞાતિવાદના વાળા દૂર કરી માત્ર અને માત્ર આદિવાસી તરીકે એક થઈને પડકારો ઝીલવા પડશે. આજે ખોટા આદિવાસી પ્રમાણપત્રોની સામે સાચા આદિવાસી તરીકે લડત ચલાવી ખૂબજ જરૂરી છે. હાલમાં થયેલા કસ્ટોડીયલ ડેથ માટે પણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે મોટું આંદોલન કરવાની જરૂરિયાત છે. આ કાર્યક્રમમાં આદિવાસી વાજીત્રોની સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ચિરાગ પટેલ, બારુકભાઇ, વિજય પટેલ, હસમુખભાઈ, ભરતભાઈ, પરભુભાઈ, મનીષ પટેલ વગેરે હાજર રહ્યા હતા.
