ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં એક હાઇ લેવલ મિટિંગને સંબોધિત કરી હતી. તેમણે આ સંબોધન વર્ચ્યુઅલ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતમાં જમીનને હંમેશા ખૂબ જ મહત્વ આપવામાં આવે છે એટલું જ નહીં ભારતના લોકો ધરતીને પણ માતા ગણે છે પરંતુ આજે ધરતી પર જુદા જુદા સંશોધનોનું ભારે દબાણ છે તેને ભેગા મળીને ઓછું કરવું પડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, દુકાળ જેવી સ્થિતિ અને ઘટતી જતી જમીને દુનિયાના ત્રીજા ભાગને અસર પહોંચાડી છે. જો તેના પર અત્યારથી જ ધ્યાન આપવામાં નહીં આવે તો સમાજ અર્થ વ્યવસ્થા ખાધ્ય સુરક્ષા, આરોગ્ય અને જીવન જીવવાની શૈલીને તે નબળું પાડી દેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહા સંમેલનના તમામ નેતાઓને 14માં સત્ર દરમિયાન અધ્યક્ષના રૂપમાં શરૂઆતી ભાષણ આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, જમીન રોજગારી માટેનું મૂળભૂત અંગ છે અને તે તમામને સમજાવવાની જરૂરિયાત ઉભી થઇ છે. એ ખૂબ દુખદ બાબત છે કે ભૂમિ પર થયેલા અતિક્રમણે આજે દુનિયાના ત્રીજા ભાગને અસર પહોંચાડી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, ભારતીય લોકો જમીનને પૂર્વકાળથી જ ખૂબ જ મહત્વ આપી રહ્યાં છે. તેઓ ધરતીને પોતાની માતા ગણે છે. ભારતે જ ભૂમિના મુદ્દાને આંતર રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો છે અને છેલ્લા 10 વર્ષોમાં જમીન પરથી અતિક્રમણ દૂર કરવામાં ભારતે સફળતા મેળવી છે ભારતે કુલ 30 લાખ હેક્ટર જમીન પરથી અતિક્રમણ દૂર કર્યું છે અને તેના કારણે દુકાળને પહોંચી વળવાના પ્રયત્નોને બળ મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના સંક્રમણ કાળ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતર રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ઓછા ભાષણ કર્યા છે. તેમના આ ભાષણથી સમગ્ર દુનિયાને સ્પષ્ટ સંદેશો મળી રહ્યો છે કે, હવે કુદરતી સંપતિઓ પર સમગ્ર દુનિયાએ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે. જમીન, હવા અને પાણી જેવી કુદરતી સંપતિઓની સાથે સાથે જંગલને બચાવવાની પણ તાકિદની જરૂરિયાત ઉભી થઇ છે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશો આ દિશામાં કાર્યવાહી કરી રહ્યાં છે. આ ઉપરાંત પ્રદુષણ પણ એક નવી સમસ્યા બનીને ઉભરી છે જે આગામી દિવસોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ ભાષણને આંતર રાષ્ટ્રીય નેતાઓએ પણ ઉમળકા ભેર આવકાર આપ્યો હતો.
