પહેલા તબક્કાના કોરોનામાંથી કોઇ જ શીખ રાજ્ય સરકારે લીધી ન હતી અને બીજી લહેર જાણે આવવાની જ નહીં હોય તે રીતે સરકારી અધિકારીઓ બિન્દાસ્ત થઇ ગયા હતા પરંતુ કોરોનાની બીજી લહેર પાર કરતાં સરકારને નવનેજા પાણી ઉતરી ગયા હતા, હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવિર ઇન્જેક્શન, સ્મશાનમાં ભઠ્ઠીઓ અને લાકડા જેવી સુવિધા ઊભી કરવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી હતી જેના કારણે હવે ત્રીજી લહેરમાં આવું કંઇ પણ નહીં બને તે માટે સરકાર અત્યારથી જ સજ્જ થઇ રહી છે અને ઓક્સિનજ, આઇસીયુ બેડ,દવા ઇન્જેકશન જેવી કોઇ વસ્તુઓની ઘટ નહીં પડે તે માટે તૈયારી કરી રહી છે. દરમિયાન સોમવારે ત્રીજી લહેર માટે સરકારે તેનો એકશન પ્લાન જાહેર કર્યો છે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના કોઇપણ નાગરિકને મુશ્કેલી નહીં પડે કે દર્દીઓના સગાઓને દોડધામ નહીં કરવી પડે તે માટે સરકારે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ત્રીજી લહેરમાં આશરે 95,000થી પણ વધુ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ન કરે નારાયણ કે ત્રીજો તબક્કો આવે પરંતુ જો આવે તો જે પ્રકારની તકલીફનો સામનો બીજી લહેરમાં કરવો પડ્યો હતો તેવા પડકારોને પહોંચી વળવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને મેડિકલ અને પેરામેડિકલની સ્થિતિ ઉપર અત્યારથી જ સમીક્ષા કરવામાં આવી રહી છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને પણ કોઇ મુશકેલીનો સામનો નહીં કરવો પડે તે માટે ફિડબેક ઇન્ટેલિજન્સ પણ બનાવવામાં આવશે. ખાસ કરીને તબીબો, નર્સિંગસ્ટાફ અને અન્ય હેલ્થવર્કરની સંખ્યાની ગણતરી અત્યારથી જ કરવામાં આવી રહી છે. આઇસીયુના પણ આશરે 14500 જેટલા બેડ હતા તેની સંખ્યા પણ વધારીને 17000થી ઉપર લઇ જવાની ગણતરી રાજ્ય સરકાર કરી રહી છે. દરેક એમ્બ્યુલન્સ પણ સંપર્કમાં રહી શકે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. ધન્વંતરી રથની સંખ્યા પણ વધારવામાં આવશે જેના કારણે ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ સઘન બનશે આ ઉપરાંત દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સીટીસ્કેનની વ્યવસ્થા ઊભી કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય મંત્રી અને ડેપ્યુટી સીએમ નિતીન પટેલે કહ્યું હતું કે અત્યારે સંભવિત ત્રીજી લહેરમાં 14,700 જેટલા કોરોનાના પોઝિટિવ દર્દી નોંધાઇ તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને તે પ્રકારે જ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Related Articles
પાદરાના નવાપુરા મિત્ર મંડળે તૈયાર કર્યો વૃંદાવનનો સેટ
પાદરાના નવાપુરા સ્વામિનારાયણ મંદિર સ્થિત નવાપુરા મિત્ર મંડળે ગણેશોત્સવ દરમિયાન વૃંદાવનમાં કૃષ્ણ સ્વરૂપે ગણપતિનો સુંદર સેટ તૈયાર કર્યો છે. પાદરાનું આ મંડળ અભિનંદનને પાત્ર છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
21 વર્ષ સુધીના નિરાધારને રાજ્ય સરકાર સહાય કરશે
રાજયમાં કોરોનાની બીજી લહેર વખતે માતા પિતાનું અવસાન થતાં 776 જેટલા બાળકો નિરાધાર થયા છે. આ બાળકોને સહાય કરવા જાહેર કરાયેલી મુખ્યમંત્રી બાળ સહાય યોજના અન્વયે 18 વર્ષની વય સુધી સરકાર દર મહિને 4000ની સહાય કરશે તેવી જાહેરત કરાઈ હતી. આજે તેમાં સુધારો કરીને સીએમ વિજય રૂપાણીએ એવી જાહેરત કરી હતી કે હેવ આવા નિરાધાર […]
“નારી ગૌરવ દિવસ” ની ઉજવણી દરમિયાન 1 લાખ બહેનોને વગર વ્યાજની લોન
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે આજે રાજયમાં “નારી ગૌરવ દિવસ” ઉજવણી કરાઈ હતી. આજે “નારી ગૌરવ દિવસ” નિમિત્તે ‘શક્તિ’ના સશક્તિકરણ અને નારી ગૌરવના જતન માટે રાજયભરમાં ૧૦૮ જેટલાં મહિલા ઉત્કર્ષ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આજે નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત […]