રાજસ્થાનમાં જ્યારથી કોંગ્રેસની સરકાર બની છે ત્યારથી જ જૂથવાદ ચરમસીમા પર છે. હવે ફરી એક વખત રાજસ્થાનમાં સચિન પાયલટ અને તેમના જૂથની નારાજગી સપાટી પર આવી છે. સચિન પાયલટને 10 મહિના પહેલા કરવામાં આવેલા વાયદાઓ પૂર્ણ નહીં કરવામાં આવતા તેઓ નારાજ છે. હાલમાં તેઓ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના સંપર્કમાં છે કહેવામાં આવી રહ્યું છે કે ગઇકાલે મોડી રાત્રે પણ તેમની અને પ્રિયંકા ગાંધી વચ્ચે વાતચીત થઇ હતી. જો કે, તેમણે કયા વિષય પર વાતચીત કરી હતી તે બાબત હજી સુધી પ્રકાશમાં આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સચિન પાયલટ જે મુદ્દાઓ પર નારાજ છે તે તમામ હકીકત તેમણે પ્રિયંકા ગાંધી સમક્ષ મૂકી છે. સચિન પાયલટના પિતા રાજેશ પાયલટની આજે પુણ્યતિથી પણ છે અને તેઓ સવારે દૌસાના ભંડારા ગામ પહોંચ્યા હતા અને તેમના પિતાના સ્મારક પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. તેમની સાથે દૌસાના ધારાસભ્ય મુરાલીલાલ મીણા અને બાંધીકુઇના ધારાસભ્ય જીઆર ખટાણા પણ હાજર હતા. જો કે, કોવિડને કારણે આ વર્ષે તેમણે પિતાની પુણ્ય તિથી પર સભાનો કાર્યક્રમ પડતો મૂકયો હતો. જિતીન પ્રસાદે ભાજપનો કેસરિયો ધારણ કર્યા પછી રાજસ્થાનના રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે.
Related Articles
પીએમ કેર્સ ઓક્સિકેર સિસ્ટમના દોઢ લાખ યુનિટ ખરીદશે
રૂ. 322.5 કરોડના ખર્ચે ઑક્સિકેર સિસ્ટમ્સના 1,50,000 એકમો મેળવવા માટે પીએમ-કેર્સ ફંડે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ વિક્સાવેલી આ એક સવ્રગ્રાહી સિસ્ટમ છે જે દર્દીઓને અપાતો ઑક્સિજનને એમના એસપીઓટુ લેવલ્સને પારખીને એના આધારે નિયંત્રિત કરે છે. આ સિસ્ટમને બે રૂપરેખામાં વિક્સાવાઇ છે. મૂળ આવૃત્તિમાં 10 લિટરનું એક ઑક્સિજન સિલિન્ડર, એક પ્રેસર રેગ્યુલેટર કમ ફ્લો કન્ટ્રૉલર, એક […]
માર્ક હેલિકોપ્ટર્સ ખરીદવા સેનાને મંત્રાલયની મંજૂરી
સંરક્ષણ મંત્રાલયે બુધવારે રૂ. 13,165 કરોડના સૈન્ય સાધનો ખરીદવાની મંજૂરી આપી હતી જેમાં દેશમાં બનાવેલા 25 એએલએચ માર્ક-3 હેલિકોપ્ટર પણ સામેલ છે જેથી ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતામાં વધારો થાય.આધુનિક હળવા હેલિકોપ્ટર હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિ. (એચએએલ) પાસેથી ખરીદવામાં આવશે જેનો ખર્ચ રૂ. 3850 કરોડ આવશે જ્યારે રોકેટ દારૂગોળાને જથ્થાની કિંમત રૂ. 4962 કરોડ થશે, એમ સંરક્ષણ […]
RBI સરકારને 99122 કરોડ રૂપિયા આપશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. જે અનુસાર રિઝર્વ બેન્ક પાસેની 99122 કરોડની સરપ્લસ રકમ કેન્દ્ર સરકારને આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. જેનો અર્થ એ થયો કે, બેન્ક તરફથી સરકારને 99122 કરોડ રુપિયા મળશે. આ રકમ જુલાઈ 2020 થી માર્ચ 2021 વચ્ચેની રિઝર્વ બેન્કની સરપ્લસ એમાઉન્ટ છે. જાણકારોના કહેવા પ્રમાણે […]