ખેડૂત આંદોલનના પ્રણેતા રાકેશ ટિકેત બુધવારે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે. આ બંને વચ્ચેની મુલાકાતનું ખૂબ જ રાજકીય મહત્વ માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત કોલકાત્તામાં થશે અને આ મુલાકાત દરમિયાન કિસાન આંદોલનને વધુ જલદ બનાવવા પર તેમજ કેન્દ્ર સરકારને ઘેરવાની નિતી પણ બંને વચ્ચે ચર્ચા થાય તેવી સંભાવના છે. આ મુલાકાત અંગે ટિકેતે જાતે જ મીડિયાને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ મુલાકાતના કેન્દ્રમાં ખેતી, આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતોના મુદ્દા જ ચર્ચામાં રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પશ્વિમ બંગાળની સરકાર અને ત્યાંના ખેડૂતો વચ્ચે સમય સમયે વાતચીત થવી જોઇએ. ઉત્તર પ્રદેશમાં ખેડૂતો અને જિલ્લાના અધિકારીઓ વચ્ચે થતી માસિક બેઠકને સાંધીને તેમણે કહ્યું હતું કે, આ નીતી સમગ્ર દેશમાં લાગુ પડવી જોઇએ. હવે કોરોનાની બીજી લહેર જ્યારે ધીમી પડી છે ત્યારે ખેડૂત આંદોલનને ફરીથી આક્રમક બનાવવા માટે રાકેશ ટિકેત જુદા જુદા રાજ્યોના નેતાઓને મળીને આંદોલન માટે સમર્થન મેળવી રહ્યાં છે. આ પહેલા તેમણે પશ્વિમ બંગાળની ચૂંટણીના સમયે મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. મંગળવારે જ ટીએમસીના મહાસચિવ અભિજીત બેનર્જીએ તૃણમુલ કોંગ્રેસનો વિસ્તાર અન્ય રાજ્યમાં પણ કરવાની જાહેરાત કરી છે તેના બીજા જ દિવસે આ બંને વચ્ચે બેઠક થઇ રહી છે. મમતા બેનર્જી પણ સમયાંતરે ખેડૂતોના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવતા આવ્યાં છે. ટીએમસીના અનેક સાંસદો પણ ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે દિલ્હી બોર્ડર પર પહોંચ્યા હતા. એક સમયે ખેડૂતો આંદોલન તેની ચરમસીમા પર હતું પરંતુ કોરોનાની સંક્રમણ વધતા તેની આક્રમકતા ઘટી ગઇ હતી. ખેડૂતો કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની માગ સાથે આંદોલન કરી રહ્યાં છે જે પૈકી ટેકાના ભાવે ખેત પેદાશ ખરીદવાનો કાયદો બનાવવાનો મુદ્દો સૌથી અગત્યનો છે. આ મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લેવા જોઇએ.
Related Articles
રાહુલ ગાંધી પછી હવે કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક
કોંગ્રેસના સાંસદ અને પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી (rahul gandhi) સહિત અનેક નેતાઓા એકાઉન્ટ બ્લોક કર્યા પછી હવે ટ્વિટરે કોંગ્રેસ પાર્ટીનું ટ્વિટર એકાઉન્ટ પણ બ્લોક કરી દીધું છે. ગુરુવારે કોંગ્રેસે જાતે જ આ વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, તેમની પાર્ટીનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું છે. પરંતુ અમે અમારી લડાઇ ચાલુ રાખીશું. […]
કોરોનાની સારવાર માટે અક્ષયકુમાર હોસ્પિટલમાં દાખલ
અભિનેતા અક્ષય કુમારે રવિવારે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે પોતે હોમ ક્વોરેન્ટાઈન થયા હોવાની પણ માહિતી આપી હતી. ત્યારે હવે અભિનેતા અક્ષય કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અક્ષયે પોતે જ ટ્વીટ કરીને હોસ્પિટલમાં દાખલ હોવાની માહિતી આપી હતી. અક્ષયે લખ્યું હતું કે, ‘તમારી પ્રાર્થનાઓ માટે […]
24 કલાકમાં 3293 દર્દીએ જીવ ગુમાવ્યો
બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,60,960 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3293 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,79,97,267 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 14,78,27,367 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ […]