કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળનાં પુર્વ મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને કારણદર્શક નોટિસ મોકલી છે, કેન્દ્ર સરકારએ ત્રણ દિવસમાં પોતાનો જવાબ આપવા કહ્યું છે, તે ઉપરાંત અલપન વિરૂધ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(b) પણ લગાવવામાં આવી છે. કેન્દ્રએ એક પત્ર લખ્યો કે પીએમ મોદી વાવાઝોડા યાસથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કરવા માટે હવાઇ મુસાફરી કરવા માટે કલાઇકુંડા એરફોર્સ પહોચ્યા હતાં, ત્યાર બાદ અહીં પીએમ મોદીની સાથે મમતા બેનર્જી અને મુખ્ય સચિવની બેઠક યોજાવાની હતી, ત્યાર બાદ મિટિંગ રૂમમાંં અધિકારીઓ માટે 15 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. ત્યાર બાદ અધિકારીઓ અને મુખ્ય સચિવને ફોન લગાવવામાં આવ્યો અને પુછ્યું કે શું તે બેઠકમાં હાજર રહેશે કે નહીં, ત્યાર બાદ મુખ્ય સચિવ અને મુખ્ય પ્રધાન બેઠકમાં પહોંચ્યા અને તાત્કાલિક ત્યાંથી નિકળી પણ ગયા, તેને મોદીની સમીક્ષા બેઠકમાં ગેરહાજર રહેવાનું પણ માની લેવામાં આવ્યું. કેન્દ્રએ જણાવ્યું કે પીએમ મોદી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં ચેરમેન પણ છે, અને અલપન બંદોબાધ્યાયની આ હરકત કાયદેસર રીતે તેમને આપવામાં આવેલી સુચનની વિરૂધ્ધ પણ હતી, તેમનાં પર ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51(b) પણ લગાવવામાં આવી છે, કેન્દ્રિય અધિકારીઓએ કહ્યું કે અમે અલપન બંદોપાધ્યાય પાસે જવાબ માગ્યો છે, કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51(b) લગાવીને કાર્યવાહી કેમ કરવામાં ન આવે.કેન્દ્ર અને રાજ્યનાં કોઇ પણ અધિકારીને કે આ સરાકારો દ્રારા નિમવામાં આવેલી વ્યક્તિ કે કામોમાં કોઇ યોગ્ય કારણ વિઘ્ન ઉભું કરવા પર કાર્યવાહી કરવામાં આવી શકે છે, તે ઉપરાંત કેન્દ્ર, રાજ્ય, રાષ્ટ્રિય સમિતિ કે રાજ્યની સમિતિ દ્વારા આપવામાં આવેલી સુચનાનું યોગ્ય પાલન ન કરવા પર પણ કાર્યવાહી કરવાની જોગવાઇ છે, આ કાયદા હેઠળ એક વર્ષની જેલ કે દંડ અથવા તો બંને લગાવવામાં આવી શકે છે.
