મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના સાયન્સ સિટીમાં બનેલી રહેલા એક્વેરિયમ પાર્ક તથા મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે કોરોનાની ત્રીજી વેવનો એક્શન પ્લાન સરકાર બનાવીને જાહેર કરશે એમ પણ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલો કંપની પાસેથી વેક્સિન મેળવીને આપી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વેક્સિનેશન મોટા પાયે થાય અને ઝડપથી ગુજરાતના લોકોને વેક્સિન પ્રાપ્ત થાય. રાજ્ય સરકારે ભારત સરકારના સહયોગથી વેક્સિનેશનમાં 45થી ઉપરના લોકોનો ફર્સ્ટ ડોઝ ચાલુ છે. બીજો ડોઝનો વારો આવે ત્યારે એ આપવામાં આવશે. 18થી 44 વર્ષના લોકોને પણ વિનામૂલ્યે રાજ્ય સરકાર વેક્સિન આપશે. જે ખર્ચ થશે એ રાજ્ય સરકાર ભોગવશે. એકસાથે રસી લેવા મોટી સંખ્યામાં યુવાનો ભેગા ન થાય અને ધક્કા ન ખાવા પડે એ માટે રજિસ્ટ્રેશન ચાલુ રખાયું છે. અત્યારે દરરોજ સવા લાખ લોકોને રસી મફત આપવામાં આવે છે. જોકે ભવિષ્યમાં રજિસ્ટ્રેશનની જરૂર નહીં રહે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
Related Articles
ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 સુધી કરફ્યૂ
રાજ્યમાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સુરત સહિત 8 શહેરોમાં રાત્રીના 12-00 થી સવારમાં 06-00 સુધી કરફર્યું અમલમાં મૂકવામાં આવ્યો છે. જે આગામી 10 ઓક્ટોબર સુધી અમલી રહેશે. આ અંગે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા રાજ્યના ૮ શહેરો અમદાવાદ, […]
હાલ ગુજરાતમાં લોકડાઉનની જરૂર નથી : રૂપાણી
દાહોદમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આવેલા સીએમ વિજય રૂપાણીએ હાલમાં ગુજરાતમાં લોકડાઉનની કોઈ જરૂરત નહીં હોવાનું જણાવ્યુ હતું. રૂપાણીએ કહ્યુંહતું કે,હાલમાં લોકડાઉનની જરૂરનથી, કારણકે,8 મનપા સહિત 20 શહેરોમાં રાત્રીકર્ફ્યૂઅમલમાં છે. જયારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધકરાવીદેવાઈ છે. તેવી જ રીતે ધાર્મિ કસંસ્થાઓ, મોલ, થિયેટર, જીમ અને ક્લબ પણ બંધ કરાવી દેવામાં આવ્યાછે. અલબત્ત , જરૂરી […]
અમદાવાદની હોસ્પિટલના દરવાજા દર્દીઓ માટે બંધ
અમદાવાદ શહેરને કાળમુખા કોરોના બાનમાં લીધું છે. રોજેરોજ કેસોની સંખ્યા વધી રહી છે. બીજી તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે. સાથે જ હોસ્પિટલોમાં પણ હાઉસફૂલના પાટિયા યથાવત રહેવા પામ્યા છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત અને બેડ ખાલી ન હોવાથી હોસ્પિટલના દરવાજા બંધ કરવાની નોબત આવી પડી હતી. પરિણામે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો […]