કોરોના સંક્રમણની થપાટ ખાઈ ચુકેલું અમેરિકા હવે તેને માત આપતું નજરે ચડી રહ્યું છે. યુએસ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના કહેવા પ્રમાણે અમેરિકામાં વેક્સિન લઈ લીધી હોય તે લોકો હવે માસ્ક પહેર્યા વગર અથવા તો 6 ફૂટના અંતરથી પોતાની ગતિવિધિઓ કરી શકશે. જો કે, આ નિયમ જે વિસ્તારમાં હાલ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે અથવા તો સરકારે જ્યાં હજુ પણ પ્રતિબંધ મૂકેલો છે ત્યાં લાગુ નહીં થાય. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં મોટા પાયે વેક્સિનેશનની કામગીરી થઈ છે. અમેરિકામાં મોટા ભાગે તમામ વયસ્કોને વેક્સિન આપવાનું કામ પૂરૂ થઈ ચૂક્ચું છે અને તાજેતરમાં જ બાળકોને વેક્સિનેશનની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ મુદ્દે સીડીસીની ખૂલ્લા દિલે પ્રશંસા કરી હતી.
Related Articles
બંગાળ-ઓડિશાના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ
વાવાઝોડું તાઉ-તે બાદ દેશમાં હવે ચક્રવાત ‘યાસ’ વાવાઝોડુંનો ભય તોળાઈ રહ્યો છે. એ બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારા પર ત્રાટકશે. આ પહેલાં આજથી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે ભુવનેશ્વર, ઓડિશાના ચાંદીપુર અને બંગાળના દિધામાં વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ‘યાસ’ સોમવારની […]
લશ્કરે એ તૈયબાનો ટોચનો કમાન્ડર નદીમ અબરાર ઠાર
ધરપકડના એક દિવસ પછી શહેરના પરિમપોરા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો ટોચના કમાન્ડર નદીમ અબરાર અને એક પાકિસ્તાની આતંકવાદીને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, બંનેને મંગળવારે વહેલી સવારે પોલીસ દ્વારા ઠાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની વિગતો આપતાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, ઘણી હત્યાઓમાં સંડોવાયેલા એલઇટીના ટોચના કમાન્ડર […]
બારામુલામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતી સેના, એક ઠાર
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં એક આતંકવાદીને ઠાર થયો હતો અને ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. શંકાસ્પદ હિલચાલ જોયા બાદ શનિવારે સેનાએ ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પર ઘુસણખોરી વિરોધી કાર્યવાહી શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉરીમાં એલઓસીની બીજી […]