એક અઠવાડિયામાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના

અરબ સાગરમાં ઉદભવેલા લો પ્રેશરની સિસ્ટમ આગળ જતાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છને થવાની સંભાવના છે. રાજય સરકાર આ વાવાઝોડાનો સામને કરવા સુસજ્જ થઈ રહી છે.
ગાંધીનગરમાં ગુહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં આગામી તા.૧૪/૦૫/૨૦૨૧ના રોજ લૉ પ્રેસર સર્જાય તેવી સંભાવના છે. આ લૉ પ્રેસર તા. ૧૬મી મેના રોજ સાયક્લોનમાં પરિણમે તો, તેને મ્યાનમાર દ્વારા “તોક્તે” (TAUKTAE) નામ અપાયેલું છે. આ સાયક્લોનની ગુજરાતના કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે એમ છે તેને ધ્યાને લઈને રાજ્યના સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી દીધી છે. જાડેજાએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડું દિવસો જતા ઉત્તર- ઉત્તર- પશ્વિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે. સાયકલોન સંદર્ભે રાજય સરકારે આગોતરા આયોજનના ભાગરૂપે સલામતીના પગલા ભરવા કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સંબધિત જિલ્લાના કલેકટરોને સુસજ્જ રહેવા માટે રાજયના મહેસુલ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. રાજ્યમાં આગામી ચોમાસાના પ્રિમોન્સૂન એકશન પ્લાન સંદર્ભે મુખ્ય સચિવ અનિલ મુકિમ દ્વારા તમામ સંબધિતો સાથે રિવ્યુ બેઠક યોજીને આગોતરા આયોજનની સમીક્ષા કરી દેવાઈ છે જેમાં કેન્દ્ર સરકારની વિવિધ પાંખના વડાઓ દ્વારા પણ ઓનલાઈન જોડાઈને વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *