દેશમાં અત્યારે કોરોનાના તાંડવ વચ્ચે ઓક્સિજનની અછત સર્જાઇ છે. દેશના મોટાભાગના રાજ્યોની અંદર લોકો ઓક્સિજન અને જરુરી દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે. વિવિધ રાજ્યોની હાઇકોર્ટ આ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી ચુકી છે. ત્યારે હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ મેદાનમાં આવી છે. દેશમાં ઓક્સિજન અને દવાઓની અછતને લઇને કેન્દ્ર સરકારે આજે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે આજે દવાઓ અને ઓક્સિજન વિતરણ માટે 12 સભ્યોની એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનું ગઠન કર્યુ છે.
Related Articles
મેડિકલ કોલેજો અને નોકરીઓમાંના મરાઠા આરક્ષણ ગેરબંધારણીય
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાને ગેરબંધારણીય ગણાવી છે. આ આરક્ષણ આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે આપવામાંઆવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે 50 ટકા આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી. મરાઠા આરક્ષણ 50 ટકા સીમાનું ઉલ્લંઘનકરે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ આપવા માટે તેમને શૈક્ષણિક […]
કંદહારમાંથી ભારતે રાજદ્વારી અને સુરક્ષા જવાનોને પરત બોલાવ્યા
અફઘાનિસ્તાનમાં કથળતી સલામતીની પરિસ્થિતિ અને કંધારની આજુબાજુના નવા વિસ્તારો પર તાલિબાનના કબજાને જોતાં ભારતે દક્ષિણ અફઘાન શહેરમાંથી પોતાના વાણિજ્ય દૂતાવાસમાંથી લગભગ 50 રાજદ્વારીઓ અને સુરક્ષા જવાનોને પરત બોલાવી દીધા છે. એમ અધિકારીઓએ રવિવારે માહિતી આપી હતી. શનિવારે ભારતીય વાયુસેનાના એક વિશેષ વિમાનને ભારત-તિબેટીયન બૉર્ડર પોલીસ કર્મચારીઓના જૂથ સહિતના ભારતીય રાજદ્વારીઓ, અધિકારીઓ અને અન્ય જવાનોને દેશમાં […]
અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કામગીરી અટકાવાઇ
દક્ષિણ કાશ્મીર હિમાલયના અમરનાથના ગુફા મંદિરની વાર્ષિક યાત્રા માટે યાત્રાળુઓની નોંધણી કોરોનાની વર્તમાન પરિસ્થિતીના કારણે ગુરુવારે અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. એમ અધિકારીઓએ જણાવ્યું હતું. બાલતાલ અને ચંદનવાડી રૂટથી વાર્ષિક અમરનાથ યાત્રા માટે ઑફલાઇન અને ઑનલાઇન નોંધણી અનુક્રમે 1 એપ્રિલ અને 15 એપ્રિલથી શરૂ થઈ હતી. 56 દિવસની અને 3,880 મીટર ઊંચી તીર્થયાત્રા 28 […]