દક્ષિણ રાજસ્થાન ઉપર રહેલી અપર એર સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. જેના પગલે ઉનાળુ પાકને અને કેરીના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દરમિયાન નવસારી, ડાંગ, અંબાજી, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા સહિત અનેક ઠેકાણે વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. દિવસ દરમ્યાન રાજયમાં આકાશ વાદળછાયુ રહેવા પામ્યું હતું. જેના પગલે ગરમીના પ્રમાણમા પણ ઘટાડો નોંધાયો છે. અંબાજી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અહી કમોસમી વરસાદ થયો હતો. વરસાદના કારણે વાતારણમા ઠંડક પ્રસરી જવા પામી હતી.હવામાન વિભાગના સત્તવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં હજુયે આગામી ૪થી ૫ દિવસ દરમ્યાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ શકે છે.આજે સુરેન્દ્રનગરમાં ૪૨.૨ ડિ.સે , અમદાવાદમાં ૪૧.૧ ડિ.સે અને ગાંધીનગરમાં ૪૧.૫ ડિ.સે મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.જયારે રાજયના અન્ય શહેરોમાં ૨૫થી ૨૮ ડિગ્રીની આસપાસ ગરમી નોંધવવા પામી હતી.
Related Articles
હવે માસ્ક સિવાય ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ નહીં થાય
રાજયમાં પોલીસ દ્વ્રારા જે લોકો કોરોના મહામારીમાં માસ્ક નથી પહેરતા તેવા લોકો પાસેથી દંડ લેવાશે, તે સિવાયનો કોઈ દંડ પોલીસ દ્વારા લેવાશે નહીં . ટ્રાફિક પોલીસ દ્વ્રારા બને ત્યાં સુધી વાહનો પણ ડિટેઈન કરવા નહીં , કારણ કે વાહનો છોડાવવા માટે આરટીઓ કે નક્કી કરેલા પોઈન્ટ પરથી વાહનો છોડાવવા માટે ભીડ એકત્ર થાય છે, જેના […]
નવસારીના વિરાવળમાંથી કૂટણખાનું ઝડપાયું
મોટા શહેરોમાં ચાલતી કૂટણખાનાની બદી નાના શહેરો બાદ હવે જુદા જુદા ટાઉનમાં પણ પહોંચી ગઇ છે. આવુ જ એક કૂટણખાનું નવસારીમાંથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગૃપે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને બે જણાને ઝડપી લીધા હતા. આ ગોરખધંધામાં સંડોવાયેલા અને નવસારીના વિરાવળ માં કૂટણખાનું ચલાવતા એક ગ્રાહક અને એક દલાલને […]
ઉષાકિરણ યુવકમંડળ, વડોદરા 138 લાઇક સાથે પહેલા નંબર
અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ સ્પર્ધામાં ગ્રુપ કેટેગરીમાં ઉષા કિરણ યુવક મંડળ 116 લાઇક સાથે પહેલા ક્રમે ચાલી રહ્યાં છે જ્યારે વ્યકિતગત કેટેગરીમાં સુરત સોનીફળિયા નગર શેઠની પોળના નિલય જરીવાળા તેમજ ધરમપુર માછી ફળિયાના અક્ષય પાટીલ 60 લાઇક સાથે પહેલા ક્રમે ચાલી રહ્યાં છે. તમારા મિત્રો, સંબંધીઓ અને પડોશીઓને તમારા મંડળની પોસ્ટની વધુમાં વધુ લાઇક […]