દેશમાં કોરોનાનો મૃતકઆંક સતત વધી રહ્યો છે. ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. વરિષ્ઠ વકીલ, પૂર્વ એટર્ની જનરલ અને પદ્મ વિભૂષણ સોલી સોરાબજીએ શુક્રવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 1989થી 90 અને પછી 1998થી 2004 સુધી દેશના એટર્ની જનરલ હતા. સોલી સોરાબજીનો જન્મ 1930માં બોમ્બે ખાતે થયો હતો. તેઓ 1953થી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. 1971માં તેઓ સુપ્રીમ કોર્ટના સીનિયર કાઉન્સિલર બન્યા હતા. તેઓ બે વખત ભારતના એટર્ની જનરલ રહી ચૂક્યા છે.




