રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી. એટલુંજ નહીં કોરોનાના દર્દીઓની સારવાર માટે બન્ને જિલ્લાઓમાં વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.રૂપાણીએ જામનગરમાં કહ્યું હતું કે,રાજયમાં એક પણ કોરોનાના દર્દી રેમડેસિવિર વિના ના રહે તેવી વ્યવસ્થા કરવા સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જામનગર શહેરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરીને કોરોનાની દર્દીઓને અપાતી સારવારની જાત તપાસ કરી હતી. રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વ્યાપક જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ આ સંક્રમણમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. દરરોજ આવતા ૩૦૦ કેસોની સામે હાલ દૈનિક કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ વ્યાપક છે. જેના કારણે હાલની સ્થિતિ ખૂબ નાજુક બની છે. ૧૫મી માર્ચે સમગ્ર રાજયમાં કોવિડના ૪૧ હજાર બેડ હતા. જે વધારીને ૧૫ એપ્રિલ સુધીમાં ૭૫ હજાર સુધી કરવામાં આવ્યા છે. તેમજ સાથે સાથે ઓક્સિજન, પેરામેડિકલ તથા મેડિકલ સ્ટાફ, વેક્સિન તેમજ ઓક્સિજન સુવિધા સાથેના બેડ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં માહિતી આપતાં કહ્યું કે,આવનારા ૧૫ દિવસમાં ૮ થી ૧૦ હજાર બેડનો વધારો કરી બેડ અંગે પડતી મુશ્કેલી નિવારવામાં આવશે. ઓક્સિજનની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સ તથા શબવાહિનીની સુવિધાઓમાં રાજય સરકારે વધારો કર્યો છે. તેમણે રેમડેસિવિર ઇન્જેકશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલની નાજુક સ્થિતિમાં સારવારની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. જે મુજબ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરે જ સારવાર લેવા જ્યારે ગંભીર કે અન્ય રોગો ધરાવતા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું છે. એ પ્રમાણે હાલ મળતા ૨૦ હજાર રેમડેસિવિર ઇન્જેકશનનું પણ પ્રાયોરિટીના ધોરણે વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વધુ જથ્થો ઉપલબ્ધ થયે ભવિષ્યમાં ખાનગી હોસ્પિટલોને પણ રેમડેસિવિર ઇન્જેકશન આપવામાં આવશે. ગુજરાતના દવાખાનાઓમાં એક પણ દર્દી રેમડેસિવિર ઇન્જેકશન વિના ન રહે તેની સંપૂર્ણ તકેદારી સાથે રાજય સરકાર જવાબદારીપૂર્વક આગળ વધી રહી છે ત્યારે નાગરિકોએ સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી.
Related Articles
રેમડેસિવિરનું વિતરણ કરવા બદલ c.r.patil સામે હાઇકોર્ટમાં રિટ
ગુજરાતમાં હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના […]
મ્યુકરમાઇકોસીસની સારવાર મુદ્દે હાઇકોર્ટમાં અરજી
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, તેની સાથે જ મ્યુકરમાઇકોસીસના કેસ વધી રહ્યા છે, તેવામાં સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવાર કરવામાં આવતી ન હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં મ્યુકરમાઇકોસીસ રોગની કોઈ જ સારવાર કરવામાં આવતી નથી. આ […]
ઉપરવાસમાં વરસાદ થતાં ઉકાઇ ડેમમાં 17000 ક્યુસેક પાણીની આવક
સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સતત છેતરી રહ્યો છે. જયારે ઉકાઇ ડેમ(UKAIDAM)ના ઉપરવાસમાં વરસાદ દેમાર ઝીંકાઇ રહ્યો છે. ઉકાઇ ડેમના તંત્રવાહકોએ જણાવ્યું હતું કે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વિતેલા ચોવીસ કલાકમાં અલગ અલગ ગેજ સ્ટેશન ઉપર ભારે વરસાદ પડ્યો છે. જેમાં ટેસ્કામાં અઢી ઇંચ, લખપુરીમાં ચાર એમએમ, ચીખલધરામાં અઢી ઇંચ, ગોપાલખેડામાં દસ એમએમ, દેડતલાઇમાં બે […]