ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે દેશમાં લગભગ 75 ટકા વરસાદ લાવે છે, તે આ વર્ષે સામાન્ય રહે તેવી શક્યતા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે, લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) પ્લસ અને માઇનસ 5 ટકાના માર્જિન સાથે 98 ટકા રહેશે. ઓડિશા, ઝારખંડ, પૂર્વી ઉત્તરપ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહે એવી સંભાવના છે, પરંતુ દેશના બાકીના ભાગોમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ રહેવાની સંભાવના છે. તેમણે જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિનાના વરસાદના પ્રથમ સમયગાળાની આગાહી જાહેર કરતાં આ વાત કહી હતી. વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં રાજીવને કહ્યું કે, ચોમાસું એલપીએના 98 ટકા રહેશે, જે સામાન્ય વરસાદ છે. તે દેશ માટે ખરેખર ખુશખબર છે અને ભારતને કૃષિ ઉત્તમ ઉત્પાદન કરવામાં મદદ કરશે. એલપીએ, 1961-2010 દરમિયાન દેશમાં મોસમનો સરેરાશ વરસાદ, 88 સે.મી.ને આધારે નક્કી કરવામાં આવે છે. આ સમાચાર અર્થતંત્રને ઉત્તેજીત કરવામાં મદદરૂપ થશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું એ દેશની અર્થવ્યવસ્થાના પ્રાથમિક પાયા પૈકી એક છે, જે મોટાભાગે કૃષિ અને તેની સાથી પ્રવૃત્તિઓ પર આધારિત છે. દેશના મોટા ભાગો ખેતી માટે અને જળાશયો ભરવા માટે ચાર મહિનાની વરસાદની સિઝન પર આધાર રાખે છે. આ પ્રથમ વખત છે જ્યારે આઇએમડીએ અવકાશી વિતરણ અંગે કોઈ ચોક્કસ આગાહી કરી છે.
Related Articles
ડોકટરો સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદી થયા ભાવુક
પીએમ મોદીએ આજે પોતાના મત વિસ્તાર વારાણસીના ડોકટરો સાથે ઓનલાઈન વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કોરોના માટે થયેલી વ્યવસ્થાને લઈને સીએમ યોગી આદિત્યનાથ અને અધિકારીઓના વખાણ પણ કર્યા હતા.આ વાતચીત દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને તેમણે કોરોનાથી મોતને ભેટનારા લોકોને શ્રધ્ધાંજલી આપી હતી અને આ દરમિયાન માર્યા ગયેલા ડોકટરોને યાદ કરતી […]
માલ્યા, નીરવમોદી અને ચોકસીની 9000 કરોડની સંપતિ બેંકોમાં ટ્રાન્સફર
કિંગ ફિશર એરલાઇન્સ અને યુનાઇટેડ બેવરેજીસના માલિક વિજય માલ્યાને કરોડોના પીએબી બેંક ગોટાળામાં ભારતને તલાશ છે. તેવી જ રીતે હીરાના વેપાર અને ગીતાંજલી જેમ્સ સાથે સંકળાયેલા નિરવ મોદી અને મેહુલ ચોક્સીને પણ ભારત સરકારે ભાગેડું જાહેર કર્યા છે. આ બંને પાસે પણ પંજાબ નેશનલ બેંકના કરોડો રૂપિયાના લેણા બાકી નીકળે છે. આ ત્રણેય દેશ છોડીને […]
એક અઠવાડિયામાં દેશમાં કોરોનાના કુલ કેસના અડધા મહારાષ્ટ્રમાં
ભારતમાં ગયા અઠવાડિયે કોરોનાના જેટલા કેસો નોંધાયા એમાંથી અડધા ઉપરના કેસો એકલા મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાયા હતા એમ કેન્દ્રએ આજે જણાવ્યું હતું. કેન્દ્રએ ભાર મૂક્યો કે મહામારી હજી ખતમ થઈ નથી અને કોવિડ અનુરૂપ વર્તણૂકને અનુસર્યા વિના લોકો પર્યટન સ્થળોએ ધસારો કરે છે એ ગંભીર ચિંતાની બાબત છે. આવી કોઇ પણ બેદરકારી ચેપ ફેલાવાનું જોખમ […]