એનસીપી પ્રમુખ શરદ પવારનું સોમવારે મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં પિત્તાશયનું ઑપરેશન કરાયું. એમ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું હતું. તેમને રવિવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.મલિકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાર્ટીના પ્રમુખ શરદ પવારની આજે ડૉક્ટર બલસારા દ્વારા પિત્તાશયની સફળ લેપ્રોસ્કોપી સર્જરી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, હાલમાં તેમની તબિયત સ્થિર છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ અગાઉ, 30 માર્ચે પિત્તનળીમાંથી પથરી કાઢવા તેમણે ઇમરજન્સી એન્ડોસ્કોપી કરાવી હતી. ત્યારબાદ ડૉક્ટરે તેમને સાત દિવસ આરામની સલાહ આપી હતી.
