હિડમાનો જન્મ તે સમયના મધ્યપ્રદેશ અને હાલમાં છત્તીસગઢમાં પડતાં સુકમા જિલ્લાના જગરગુંડા ગામમાં 51 વર્ષ પહેલા થયો હતો. તેનું આખુ નામ માંડવી હિડમા ઉર્ફે ઇદમુલ પોડિયામ ભીમા છે. હિડમા બસ્તરનો રહેવાવાળો એક માત્ર આદિવાસી લિડર છે બાકી બધા જ નક્સલવાદી લિડર મૂળ આંધ્રપ્રદેશના છે. હિડમા નક્સલીઓની સૌથી ખૂંખાર બટાલિયનનો લિડર છે. તેના ત્રણ ભાઇ અને એક બહેન છે જેમાંથી એક માંડવી દેવા એ માંડવી દુલ્લા ગામમાં જ ખેતી કરે છે. ત્રીજો ભાઇ માંડવી નંદા ગામમાં નક્સલવાદીઓને શિક્ષણ આપે છે. જ્યારે બહેન ભીમે દોરનાપાલમાં રહે છે. તેની બે પત્નીઓ છે. તે અભણ છે છતાં અગ્રેજી કડકડાટ બોલે છે અને કોમ્યુટરની સારી જાણકારી ધરાવે છે. વર્ષોથી તે દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી જે નક્સલવાદીઓનું એક મોટુ સંગઠન છે અને તે પીએલજીએ બટાલિયન નંબર 1 ચલાવે છે જે ગોરિલા યુદ્ધમાં માહિર છે તેનો કમાન્ડર પણ હિડમા જ છે. 2013માં ઝીરમ ઘાટીમાં જે હુમલો થયો હતો અને તેમાં કોંગ્રેસ નેતા સિત 30 લોકોની હત્યા થઇ ગઇ હતી તેનો માસ્ટરમાઇન્ડ હિડમા જ હતો. 2010માં ચિંતલનારની નજીક આવેલા તાડમેટલામાં નક્સલી હુમલામાં સીઆરપીએફના 76 જવાનો શહિદ થઇ ગયા હતા. તેમાં પણ હિડમાનો હાથ હોવાનું મનાઇ છે. આ પહેલા સુકમાના ભેજીમાં થયેલા હુમલામાં સીઆરપીએફના 12 જવાન શહિદ થઇ ગયા હતા તેમાં પણ તેનો જ હાથ હતો.
Related Articles
પશ્ચિમ બંગાળમાં શુભેંદુ અધિકારી અને તેમના ભાઈ વિરૂદ્ધ FIR
પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્ય શુભેંદુ અધિકારી અને તેમના ભાઈ સૌમેંદુ અધિકારી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસે બંને ભાઈઓ પર રાહત સામગ્રીની ચોરીનો આરોપ લગાવ્યો છે. પૂર્વીય મિદનાપુર જિલ્લાના કોંટાઈ પોલીસ સ્ટેશન ખાતે શુભેંદુ અધિકારી અને તેમના ભાઈ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી છે. કોંટાઈ મ્યુનિસિપાલિટીના બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના સદસ્ય રત્નદીપ મન્નાએ 1 જૂનના રોજ […]
65 વર્ષના વૃદ્ધે માદા શ્વાન પર મહિનાઓ સુધી બળાત્કાર કર્યો
એક પ્રાણી સાથેના જાતીય શોષણના શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં 65 વર્ષના એક વ્યક્તિએ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ચતુશ્રુંગી પોલીસની હદમાં એક માદા શ્વાન પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ ધ્રૃણાસ્પદ કૃત્ય સીસીટીવી કેમેરામાં ઝડપાયા બાદ રવિવારે વિકૃત વૃદ્ધની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો મુજબ, વડીલો માણસ પુણાની મોડેલ કોલોનીમાં રહેણાંક સોસાયટીના પાર્કિંગ વિસ્તારમાં […]
મોદી-જિનપિંગ સક્ષમ, બહારના કોઇના દખલની જરૂર નથી : પુતિન
અરૂણાચાલ પ્રદેશમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીનની સેના વચ્ચે થયેલી અથડામણમાં પહેલીવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નિવેદન આપ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિંગપિંગ જવાબદાર નેતા છે, ભારત-ચીન વચ્ચે રહેલો વિવાદ બંને દેશ શાંતિ હલ કરી શકે છે. તેમાં બહારના કોઇએ દખલ કરવાની કોઇ જરૂર નથી. શનિવારના રોજ મોસ્કોમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં […]