રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની તા. ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યમાં અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ હતો તે ૨૯ શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં લાગુ કરાશે. ૬ મે ગુરૂવારથી તા. ૧૨મી મે-૨૦૨૧ બુધવાર સુધી આ રાત્રી કરફયુના અમલ સહિત વધારાના નિયંત્રણો મૂકવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. આ ૩૬ શહેરોમાં તા.૬ મેથી તા. ૧ર મે સુધી આવશ્યક સેવા, પ્રવૃત્તિઓ, COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક, તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ, મેડિકલ, પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સીજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. આ ૩૬ શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ, શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ, કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ, રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રાખવા સરકારે નિર્ણય લીધો છે.આ ઉપરાંત આ ૩૬ શહેરોમાં ઈન્ટરનેટ, ટેલિફોન, મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર, આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રિપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ, પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.
Related Articles
પાનવાલા પરિવાર ચા પ્રથમેશ્વર, જહાંગીરાબાદ સુરત
સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં ઉગત કેનાલરોડ પર રેડિયન્ટ ઇંગ્લિશ સ્કૂલ પાસે પ્રભુદર્શન સોસાયટીમાં રહેતાં પ્રશાંત બાલકૃષ્ણ પાનવાલાએ ભગવાન શિવજી અને પહાડીના કુદરતી દ્રશ્યનો સેટ ઉભો કર્યો છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
ઇન્દરપુરા હરિજનવાસના એસએસ ગ્રુપના મોર પર વિહાર કરતાં શ્રીગણેશ
સુરતના ઇન્દરપુરા હરિજનવાસ ખાતેના એસ એસ ગ્રુપ દ્વારા ગણપતિજી મોર ઉપર બેસીને આકાશમાં વિહાર કરતાં હોય તેવું દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું છે જેના દર્શનનો લહાવો લેવા જેવો છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ […]
હવે માસ્ક સિવાય ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ નહીં થાય
રાજયમાં પોલીસ દ્વ્રારા જે લોકો કોરોના મહામારીમાં માસ્ક નથી પહેરતા તેવા લોકો પાસેથી દંડ લેવાશે, તે સિવાયનો કોઈ દંડ પોલીસ દ્વારા લેવાશે નહીં . ટ્રાફિક પોલીસ દ્વ્રારા બને ત્યાં સુધી વાહનો પણ ડિટેઈન કરવા નહીં , કારણ કે વાહનો છોડાવવા માટે આરટીઓ કે નક્કી કરેલા પોઈન્ટ પરથી વાહનો છોડાવવા માટે ભીડ એકત્ર થાય છે, જેના […]