રાજયમાં પોલીસ દ્વ્રારા જે લોકો કોરોના મહામારીમાં માસ્ક નથી પહેરતા તેવા લોકો પાસેથી દંડ લેવાશે, તે સિવાયનો કોઈ દંડ પોલીસ દ્વારા લેવાશે નહીં . ટ્રાફિક પોલીસ દ્વ્રારા બને ત્યાં સુધી વાહનો પણ ડિટેઈન કરવા નહીં , કારણ કે વાહનો છોડાવવા માટે આરટીઓ કે નક્કી કરેલા પોઈન્ટ પરથી વાહનો છોડાવવા માટે ભીડ એકત્ર થાય છે, જેના કારણે કોરોનાનું સંક્રમણ વધી જવાની સંભાવના રહેલી છે. આજે ગાંધીનગરમાં કેબીનેટ બેઠક સીએમ વિજય રૂપાણીએ વાહનવ્યવહાર મંત્રીને સૂચના આપી છે કે રાજયમાં હવેથી પોલીસ દ્વ્રારા જે લોકો નાસ્ક ન પહેરતાં હોય તેની પાસેથી જ દંડ વસીલ કરશે , તે સિવાયની ટ્રાફિકના નિયમ ભંગની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવી નહીં . એટલુ જ નહીં ટ્રાફિકના નિયમ ભંગ બદલ વાહનો પણ ડિટેઈન કરવાનું ટાળવુ તેવી પણ સૂચના અપાઈ છે.
Related Articles
રાજ્યમાં મંગળવારે કોરોનાના 3794 કેસ નોંધાયા
રાજયમાં આજે રવિવારે કોરોનાના કેસ સતત ઘટવા સાથે નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જયારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડયો છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસ ૭.૮૮ લાખ સુધી પહોચ્યાં છે. હાલમાં રાજયમાં ૭૫,૧૩૪ દર્દી સારવાર હેઠળ છે જે પૈકી ૬૫૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે ૭૪,૪૮૨ દર્દીઓની તબિયત સ્થિર છે. રાજયના […]
રાજય સરકાર એક સરખી પાર્કિગ નીતિ નક્કી કરે : સુપ્રીમ
સુરતની રાહુલ રાજ મોલના સંચાલકો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રિટની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ચની ડિવિઝન બેન્ચ દ્વારા મહત્વના આદેશમાં ગુજરાતમાં તમામ મનપા માટે રાજય સરકારે એકસરખી પાર્કિગ નીતિ અમલમાં મૂકવી જોઈએ. જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ અનિરૂદ્ધ બોઝ દ્વારા એવુ નીરિક્ષણ કરવામાં આવ્યું હતું કે, ગુજરાતના મેટ્રો સિટીમાં ટ્રાફિકની સમસ્યા બહુ મોટી […]
પદ્મદર્શન વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં સંવત્સરી
વેસુ જૈન સંઘ સ્થિત ઓમકારસૂરિજી આરાધના ભવનમાં પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની નિશ્રામાં સંવત્સરી મહાપર્વ નિમિત્તે બારસાસૂત્રનું વાંચન થયું હતું. આ પાવન પ્રસંગે વર્ષમાં એકવાર પણ ઉપાશ્રયનું પગથિયું નહીં ચડનાર આવા દિવસે ખાસ આવતા હોય છે. વર્ષ દરમિયાન થયેલા વૈમનસ્યનું વિસર્જન કરવાની આ અપૂર્વ ક્ષણ છે. પાપોનું પ્રક્ષાલન કરવા માટેનો આ અનેરો અવસર છે. ભૂલોને ભૂલી જવાનું […]