ભારતમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક વીની બીજી ખેપ આવી ચૂકી છે. હૈદરાબાદમાં રવિવારે રશિયન વેક્સિનની બીજી ખેપ વિશેષ વિમાનમાં આવી પહોંચી હતી. દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કહેર વચ્ચે કોવિશીલ્ડ અને કોવેક્સિન પછી હવે વધુ એક વેક્સિન સ્પુતનિક-વી પણ બજારમાં ઉપલબ્ધ થશે. ભારતમાં સ્પુતનિકને આયાત કરનારી કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝએ જણાવ્યુ કે રસીના માટે લગભગ એક હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે. કોરોનાના તમામ નવા વેરિએન્ટના વિરુધ્ધ સ્પુતનિક રસી કારગર હોવાનું રશિયાના ભારત સ્થિત રાજદૂતે જણાવ્યુ હતુ. રશિયન રાજદૂત એન. કુદાશેવએ કહ્યુ કે સ્પુતનિક-વી પ્રભાવશાળી હોવાની વાતથી દુનિયા સુપરિચિત છે. રશિયામાં રસીકરણ અભિયાનમાં તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ રશિયાના તજજ્ઞોએ એલાન કર્યુ છે કે આ વેક્સિન કોવિડ-19ના નવા વેરિએન્ટની સામે પણ કારગર છે. રશિયા દ્વારા નિર્મિત સ્પૂતનિક-વી રસીની પ્રથમ ખેપ અંતર્ગત લગભગ દોઢ લાખ ડોઝનો પુરવઠો ગત તા. 1લી મેએ ભારત આવી પહોંચ્યો હતો. આ રસીને ગત તા. 13મી મેએ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી પ્રદાન કરી દેવાઈ છે. એથી આગામી સપ્તાહથી તે બજારમાં ઉપલબ્ધ થઈ જશે.
