રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 1,681 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 18 દર્દીનાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9,833 થયો છે. બીજી તરફ આજે 4,721 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,66,991 દર્દીઓ સાજા થયા છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 1, વડોદરા શહેરમાં 2, વડોદરા ગ્રામ્યમાં 1, જામનગર શહેરમાં 1, મહેસાણામાં, સુરત ગ્રામ્યમાં 1, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર ગ્રામ્ય, ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 18 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 264, સુરત શહેરમાં 155, વડોદરા શહેરમાં 212, રાજકોટ શહેરમાં 82, ભાવનગર શહેરમાં 12, ગાંધીનગર શહેરમાં 12, જામનગર શહેરમાં 43 અને જૂનાગઢ શહેરમાં 18 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 62, જામનગર ગ્રામ્ય 43, વલસાડ 32, મહેસાણા 17, વડોદરા ગ્રામ્ય 115, બનાસકાંઠામાં 30, અમરેલીમાં 28, આણંદમાં 36 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 32,345 વેન્ટિલેટર ઉપર 496 અને 31,849 દર્દીઓ સ્ટેબલ છે. આજે 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 1,12,381. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 54,406 જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરનાનો બીજો ડોઝ 25,758, હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 4,701, અને બીજો ડોઝ 3,071 આમ આજના દિવસમાં 2,00,317 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,70,94,620 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Related Articles
સુરતના સુમુલડેરી રોડ પર જૂની પુષ્પકુંજમાં બાજ દળિયાની થીપ પર ગણેશોત્સવ
સુરત સ્થિત સુમુલ ડેરી રોડ પર બડા ગણેશ મંદિર પાસેની જૂની પુષ્પકુંજ સોસાયટીમાં અષ્ટવિનાયકને જાજરમાન રીતે બીરાજમાન કરાવવામાં આવ્યાં છે. અહીં બાજ અને દળિયાનો ઉપયોગ કરીને અદભૂત દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું છે. (ખાસનોંધ અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજી પણ એન્ટ્રી લેવાનું ચાલું છે. જો તમારે સ્પર્ધામાં ભાગ લેવો […]
વાવાઝોડાએ ગુજરાતમાંથી લીધી વિદાય
સોમવારથી ગુજરાતમાં (Gujarat) તણાવ ઉત્પન્ન કરનાર Tauktae વાવાઝોડા (Tauktae Cyclone) આખરે રાજ્યમાંથી વિદાય લેતા લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. મોટાભાગે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આ વાવાઝોડું ગયું હતું એટલે તંત્ર પણ સજ્જ થતાં મોટી જાનહાની થઇ નથી. સોમવારે રાતે જ્યારે દિવ, ઉના, ગીર અને અમરેલી જિલ્લામાંથી આ વાવાઝોડું પસાર થયું ત્યારે પવનની ઝડપ […]
વ્યવસાયિક અભ્યાસક્રમોમાં એક સત્રની ફી માફ કરો : કોંગ્રેસ
મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ, ઈજનેરી, ફાર્મસી સહિતના વ્યવસાયિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક સત્રની ફી માફી આપવા માટે મુખ્યમંત્રીને કોંગ્રેસ દ્વારા પત્ર લખી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં મેડીકલ કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે. તે તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે તેવી પણ માગણી કરી છે. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ […]