કોરોના વાયરસની વકરેલી મહામારીના પગલે વિરપુરનું વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી પૂ. જલારામ બાપાનું મંદિર સાવચેતીના પગલારૂપે આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દેશ-વિદેશના ભાવીકોમાં શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન અને જલીયાણ ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત પૂ. જલારામ બાપાના મંદિરને કોરોનાની મહામારીના કારણે આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય પૂ. જલારામ બાપાના પરિવાર દ્વારા લેવામાં આવેલ છે. કોરોના મહામારીના સમયમાં દેશના મોટાભાગના પ્રસિદ્ધ મંદિરોના દ્વાર બંધ થઈ ગયા હતા. તેમાંથી સોમનાથ મહાદેવ મંદિર પણ બાકાત રહ્યું નથી. આ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હોવાનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઈ લહેરીએ જણાવ્યું હતું. કોરોનાની વકરેલી સ્થિતિમાં સુધારો થયા બાદ આ મંદિર પુન: શરૂ કરવાનો નિર્ણય લેવાશે.
